આ ક્યાંક થોડી કમર ચસકી ને થયો થોડો ઘૂંટણ દુઃખતો
આ વાળ માં ક્યાંક સફેદી , આ મને થયાં વીસ ને પચીસ...
......મારી ઉંમર થઈ પિસ્તાળીસ..
ઘર નું ધ્યાન રાખ્યું ને સાસુ સસરા ની સેવા ચાકરી કરી
ક્યાં કરતાં જીંદગી વહેતી થઈ, હું ક્યારે એને માણીશ ?
......મારી ઉંમર થઈ પિસ્તાળીસ...
આ છોકરાવ ગયા ભણવા ને ભરથાર કામ માં બીઝી
આખો દિવસ સૂનકાર, ના સમજે કોઈ ખાલીપા ની ચીસ !
......મારી ઉંમર થઈ પિસ્તાળીસ..
કાશ મને પણ પાંખો મળે, કાશ હું મુક્ત ઊડું આકાશમાં
નવરાશ માં કરું કંઈ સર્જન? સમાજ થી ક્યાં સુધી બીશ !
......મારી ઉંમર થઈ પિસ્તાળીસ..
કોક જોડાય જીમ માં, કોક કરે કૂકરી ક્લાસ, કોક કરે કિટ્ટી
થોડાં જુદા શોખ શું કર્યા, સૌ કહે આને ફાંકો અહર્નિશ !
......મારી ઉંમર થઈ પિસ્તાળીસ..
ભલે લોક બોલે આ ઉંમરે બધી સ્ત્રીઓ થાય છે સાવ ગાંડી
મારી વ્યથા ભલે ના સમજો, હું તો ચીલો નવો ચિતરીશ !
......મારી ઉંમર થઈ પિસ્તાળીસ..