Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કટુ સત્ય જિંદગીનું સ્વીકારી લીધું હસતાં હસતાં.
લક્ષ્ય મૂઠી ઊંચેરું અમે ધારી લીધું હસતાં હસતાં.

આમ તો જિંદગીની ટેવ છે ઝટકા દેવાની પુરાણી,
એ સત્ય સનાતનને આવકારી લીધું હસતાં હસતાં.

છે અશ્રુઓનો અખૂટ જથ્થો સૌને આપવા કાજે,
પલટાતી પરિસ્થિતિમાં સંભાળી લીધું હસતાં હસતાં.

અધૂરા રહી જાય છે અરમાનો ભલભલાના અહીં,
કચવાતા મનને બીજે મેં વાળી લીધું હસતાં હસતાં.

ઠોકરના પથ્થરને સીડીનું પગથિયું બનાવીને જંપ્યાં,
એ જ રીતે જીવનને શણગારી લીધું હસતાં હસતાં.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111072810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now