આભે નવલખ તારાઓ ભર્યા સાયબી તારી.
ચાંદ સૂર વ્યોમમાં ઝળહળ્યા સાયબી તારી.
જળરાશિ અખૂટ ભૂતલે કરુણા તારી ઇશ,
મેઘધનુષ્યે રંગ કેવા કેવા પૂર્યા સાયબી તારી.
લઈને ક્ષારનીર સિંધુથી મીઠાં દેનારો છો તું!
બાગબગીચા હરિયાળા કર્યા સાયબી તારી.
મખમલ શાં હૈયાં તને પસંદ છે હે હરિવર!
એથી જ સંતોનાં પગલાં થયાં સાયબી તારી.
તુજથી પણ અધિક તું સંતોને છે ગણનારો,
જે તન મન ધનથી તને વર્યાં સાયબી તારી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '