તું તારામાં રહે, હું મારામાં રહું ....
સેતુબંધ "આપણો" બાંધવો જરૂરી તો નથી !??
તું કિનારે રહે ,હું મઝધારે રહું ....
બે કાંઠા બનીને જ વહેવું જરૂરી તો નથી !??
તું આગળ રહે, હું પાછળ રહું ....
પુલ સગાંથનો બાંધવો જરૂરી તો નથી !??
'તું' , 'તું' રહે, 'હું', 'હું' રહું ....
નામનું ઓગળવું સંબંધોમાં જરૂરી તો નથી !??