આમા મોટું કોણ?
"ભાઈ સરખું તોલજો.. તમારો કાંટો મનેય જરાય બરાબર નથી લાગતો.. એક કામ કરો બે બટેકા વધારે જ નાખો ને કોથમરી મરચા વધારે દેજો.", મોટા ઘરની વહુ શાકવાળા મહેશભાઈ જોડે રકજક કરતા બોલી.
"બેન.. કાંટો તો બરાબર જ છે.. તોય આલો બસ બે બટેકા ને કોથમરી મરચા વધારે લઈ જાવ. ને હા, આલ્યો...કાલે એક રૂપિયા ના સિકકાના બદલે તમે બે નો સિક્કો દઈ દીધો તો. હરામ નું મને નો પચે!", મહેશભાઈએ એક નો સિક્કો પકડાવતા, હલકા સ્મિત સાથે કહ્યું.