Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાને મૂકસાક્ષી થઈને અન્યાય સહન કરે છે તું?
જોવા છતાં શાને આંખ આડા કાન કરે છે તું?

આમ તો સર્વવ્યાપી છો તું તોયે દ્રષ્ટા થૈ રહે,
શાને હસ્તક્ષેપ ન કરતાં સાવ મૌન ધરે છે તું?

તારી નજર સામે સજ્જનો યાતના ભોગવતા,
શાને દ્રૃષ્ટોની ખુલ્લેઆમ તરફદારી કરે છે તું?

આપ પ્રમાણ તારી હાજરીનું હકૂમત વાપરી,
પલ્લું અન્યાયનું શાને હંમેશ નમતું કરે છે તું?

નહીં રહે વિશ્વાસ ભક્તોનો તારા પર હરિવર,
શાને પ્રમાણિકની આટલી મજાક કરે છે તું?

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111072088
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now