પ્રવીણ સર : તો અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌ ને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભા માં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલ માં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારી માં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાં થી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી : પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગા માં સૌથી ઉપર નાં ભાગ માં હોય છે.
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.
ચાર્મી : બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.
ચાર્મી : ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગા નાં સૌથી નીચલાં ભાગ માં હોય છે.
હવે હોલ માં આનંદ ની ચરમસીમા હતી, સૌ એ ઉભા થઈને તાળીઓ ચાલુજ રાખી. સૌને હવે આગળ નો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.
ચાર્મી : ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?
ચાર્મી : પાંચમો રંગ છે "લાલ" જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓ નો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરી ને બધાને શાંત કર્યાં.
પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગા માં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ? (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી). ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં ?
ચાર્મી : હા સર, મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.
આખા હોલ માં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી. એક એક આંખ માં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મી ને તેડી એને પપ્પીઓ થી નવડાવી દીધી અને બોલ્યો "જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે."
-ગિરિશ મેઘાણી
*********
કથા બીજ : નિરંજનભાઈ કોરડીયા