Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તિરંગા નો પાંચમો રંગ"

"બોલો તિરંગા માં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા, " તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?"
ખાલી એક ચાર્મી એ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું " તારો જવાબ અલગ છે ?"
એણે હકાર માં માથું હલાવ્યું ને બોલી " પાંચ."

અને આખા હોલ માં હાસ્ય ની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈ ને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફ થી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા "બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ " જીતવાની હોડ માં રહેતાં. આ સ્પર્ધા નું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને "ગ્રાન્ડ ફિનાલે" કહે છે તે શનિવાર આ વખતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો. સૌ જાણતાજ હશો કે આવી સ્પર્ધાઓ નું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલા થી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિક થી એડિટ કરી ને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલે નો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાક ના સમય ની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાક નો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શક ને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછ્યો . "બોલો તિરંગા માં કેટલા રંગ છે ?"
આપણી ચાર્મી એ જવાબ આપ્યો "પાંચ."

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મી ને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવા માં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌ ને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલ માં એની અને એની સ્કૂલ ની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુ માં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસ ની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલ નું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરી થી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્ય ની છોડો ફરી વળી આખા ઑડિટોરિમ માં. કેટલાક ચતુર લોકો એ એની મુર્ખામી ને તાળીઓ થી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?

Gujarati Story by Bhavesh : 111071867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now