એકલો રહ્યો ના હું સમૂહ બની ચાલતો રહ્યો,
જ્યાર થી મળી નજર તારા થી હું ટોળા માં એકલતા સોધતો રહ્યો,
પડ્યો શું તારો પડછાયો આ વાદળો ની કોર માં
તને પામવા વાયા મેઘધનુષ હું આભ લગી દોડતો રહ્યો,
મુજ માં વસે તું તુજ માં વસું હું આ બધી જૂની વાતું
જેટલી વાર મળ્યા શ્વાસ આપણા એટલી વાર તને પામતો રહ્યો,
ફરક બસ આટલો પડ્યો હું તારા માં ઓગળતો રહ્યો
આગ તો હતી તું હું મીણ બની સળગતો રહ્યો
એકલો રહ્યો ના હું સમૂહ બની ચાલતો રહ્યો.