Gujarati Quote in Good Night by Sachin Soni

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AJaishwarya

વખત વીતી ગયો ગામડાનો શહેર તરફ વળ્યો,
છોડી પોતાનું વતન માનવી શહેર તરફ વળ્યો.

લીલીછમ વનરાઈનો મીઠો છાંયડો છોડીને,
ઉજજળ નગરી તરફ ચાલતો શહેર તરફ વળ્યો,

ભુલ્યો વહેલી પરોઢના પ્રભાતિયાંના મીઠા સુર,
સાંભળવા સિનેમાનો અવાજ શહેર તરફ વળ્યો.

ભૂલી બેઠો મંદિરની ઝાલર ટાણે વાગતી નોબત,
વાહનોના ઘોંઘાટ સાંભળવા શહેર તરફ વળ્યો.

સોડમ સભર મા ને હાથે બનતો રોટલો છોડીને,
પીઝા બર્ગરની લિજ્જત લેવા શહેર તરફ વળ્યો.

ગળથૂથીમાં મળેલા સંસ્કાર સઘળા ભૂલી જઈને,
ફેશનની મોહ જાળમાં ફસાઈ જઈ શહેર તરફ વળ્યો.

છોડી દીધું સાદગીનું જીવન વખત સાથે વહી જઈને,
દોધ ધામ ભરી જિંદગી જીવવા શહેર તરફ વળ્યો.

✍?સચીન સોની.

Gujarati Good Night by Sachin Soni : 111071526
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now