અરમાન જીંદગીના પુરા થાય તો ઘણું છે ,
બે-ચાર કામ સારા થાય તો ઘણું છે ..
મુશ્કેલ જીંદગાની એની તો મજા છે ,
પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે ...
નવલેશ મોતનો ડર મુજને નય સતાવે ,
ક્યાંક મહેફિલ માં ખોટ મારી વરતાઈ તોય ઘણું છે ...
વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં ,
પણ ઈજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે ...