પૈસાથી ન્યાય ખરીદાય છે જગતમાં.
ઇમાનદારી વેંચાય જાય છે જગતમાં.
ગુનેગાર ફરે છડેચોક ડરબીક વિનાનો,
ને બેગુનાહ દંડાય જાય છે જગતમાં .
પૈસા આગળ પાંગળો ન્યાય બનતો,
કાજીનાં ઘર ભરાય જાય છે જગતમાં.
નથી ડર ઇશનો કોઈને સુધ્ધાંયે હોતો,
રાતોરાત ફેંસલા બદલાય છે જગતમાં.
નિર્દોષને નિર્ધનનું ક્યાં કોઈ સાંભળતું?
ઇશ દરબારે ન્યાય થાય છે જગતમાં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '