તમારે ક્યારેય એવું થાય છે ? આપણી સાથે કંઇક સારું બન્યું હોય ને જરાક ખુશ થઈ ને કોઈ ને કહીએ , એટલી જ વાર.. બસ તરત જ બહુ ઊંધું પડી જાય !
જેમ કે ખુશ થઈ ને કહીએ કે કામવાળી સરસ કામ કરે છે ને રેગયુલર છે તો બીજે જ દિવસે ના આવે. કે નવું ઘર લેવાનું નક્કી કર્યું હોય ને કોક ને કહીએ ,તો એ કેન્સલ થઈ જાય.
લોકો કહેશે કે નજર લાગી ગઈ. પણ ભાઈ, આપણી પોતાની પોતાને કંઈ નજર લાગે ! જેવું કંઇક સારું બોલ્યા નથી કે ઈશ્વર સાંભળી જાય છે ને ઇન્સ્ટન્ટ ઊંધું પાડી આપે !
તો શું આપણે ખુશ થવા માં પણ બીવાનું ! ને આખો દિવસ ' ટચ વુડ ' કર્યે રાખવાનું ? કરવાનું શું હેં !?