સ્વતંત્ર ભારતની સ્વતંત્ર નારી
સથવારો દેવાની હીંમત હોય તોજ
ઝાલજે હાથ અને ચાલજે સાથ,
ગુલામી મેં જોઈ નથી 'ને
જોહુકમી જીવનમાં કદી સાંખી નથી;
હું ઘણાને છોડીને આવુ છું તને પણ છોડતા
નહિ લાગે વાર, રાખજે યાદ,
હું બકરી નથી પણ મારા બાપની દિકરી છું !
સ્વતંત્ર ભારતની,સ્વતંત્ર દિકરી છું