શ્વાસે શ્વાસે સ્મરણ તારું શ્રી હરિ.
આશે આશે સ્મરણ તારું શ્રી હરિ.
તીર્થાટને હરિવર વાસ તારો ગણું,
પ્રવાસે પ્રવાસે સ્મરણ તારું શ્રી હરિ.
છ શાસ્ત્રોને વેદ ચારમાં તું વસતો,
અભ્યાસે અભ્યાસે સ્મરણ તારું શ્રીહરિ.
ભક્તવત્સલતાની રીત છે યથાવત્,
વિશ્વાસે વિશ્વાસે સ્મરણ તારું શ્રીહરિ.
નથી જ્યાં કશું ત્યાં અવકાશ હોવાનો,
આકાશે આકાશે સ્મરણ તારું શ્રીહરિ.
નથી પ્રયોજન તને આરાધવાને મારું,
અનાયાસે અનાયાસે સ્મરણ તારું શ્રી હરિ.
લખું તને કલમ કરગ્રહીને ભાવ લાવી,
પછી પ્રાસેપ્રાસે સ્મરણ તારું શ્રી હરિ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '