Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"શ્વાસ "

શ્વાસે શ્વાસે જ્યાં આ હ્દય ધબક્યા છે.
વગર શ્વાસે ત્યાં આ જીવન તડપ્યા છે.

શ્વાસે શ્વાસે જ્યાં આ મન મહેંક્યા છે.
ઉપવનનાં ફુલો પણ ત્યાં મહેંકવાનું ભૂલ્યાં છે.

શ્વાસે શ્વાસે આ સંબંધો જ્યાં ખીલ્યાં છે.
સમયનાં વાંકે ત્યાં વિશ્વાસ આપણાં મર્યા છે.

શ્વાસે શ્વાસે શરીર આપણાં જ્યાં જીવ્યા છે.
ઉધારના શ્વાસે આજે ત્યાં દવાખાનાને ભર્યા છે.

શ્વાસે શ્વાસે આજીવન વૃક્ષો જ્યાં જીવ્યા છે.
માણસોનાં વાંકે એ આજે ધરતી પર જઈ પડ્યાં છે.

શ્વાસે શ્વાસે આકાશમાં જ્યાં સિતારા ઝબૂક્યા છે.
પૃથ્વી પર એટલે જ ક્યાંક તો ઈશ્વર પણ વસ્યાં છે.

શ્વાસે શ્વાસે કલમ માંથી શબ્દો વછૂટ્યાં છે.
સૌનાં અહેસાસે એટલે જ કદાચ એ જઈનેં વસ્યાં છે.

મીસ. મીરાં
પૂર્વી જે.શાહ .વાપી

Gujarati Quotes by Kanha : 111070509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now