હા, મને ખબર હતી...
કોરા મન પર એક ચહેરો છપાયો,
એ ચહેરામાં રૂપ તારું દેખાયું,
એ રૂપથી પ્રેમ થશે,
કોને ખબર હતી?
પ્રેમ પાંગર્યો જીવનમાં,
મુખથી ના બોલાયો,
ના બોલવાથી બીજાનો થઈ જશે,
કોને ખબર હતી?
નિષફળ પ્રેમનો ઝંઝાવાત જીવનમાં ચાલ્યો,
એ ઝાંઝવાતમાં બીજાની સાથે ડૂબાયું,
એ પણ તારી નહીં શકે,
કોને ખબર હતી?
પાનખર પછી વસંત છવાયો,
દુઃખ પછી થોડુંક સુખ દેખાયું,
એ જ ચહેરો ફરી દેખાશે,
કોને ખબર હતી?
જે પ્રેમને મુખથી ના બોલાયો,
આજ હિંમતથી બોલશે અને
સામેથી પ્રતિસાદ " હું પણ તને પ્રેમ કરું છું "
એવો મળશે,
કોને ખબર હતી?
પણ હા, પાનખર પછી વસંત
આવશે જ,
મને ખબર હતી,
હા, મને ખબર હતી.
✍️ કલ્પના સુથાર