એક કલ્પના માત્ર.. ભાગ - 3
વૃક્ષ હવે ચિંતિત રહેવા લાગ્યું એની અસર સ્પષ્ટ રીતે દેખાતી હતી. જાણે કે એ વૃક્ષ પર ફરીથી પાનખરે પોતાનું કહેર વરસાવ્યો હોય. આ ઘટનાક્રમ નિરંતર ચાલતો રહ્યો. આ રોજ બરોજ નાં દ્રશ્યો એક વૃધ્ધ પક્ષી એના રહેઠાણ માંથી નિહાળી રહ્યું હતું.
પણ...... અેક દિવસ અચાનક વૃક્ષ ની નજર ગગનમાં ઉંચે ઊડતાં એ પંખી પર પડે છે. એ જોઈ ક્ષણ ભર સ્તબ્ધ થય જાય છે. પણ પછી એને ખુશી થાય છે કે હાશ.... ચલો જ્યાં પણ છે સલામત છે.
પંખી રોજ વૃક્ષ સામેથી પસાર થાય છે. અને એ નિહાળી વૃક્ષ હતાશ થય જાય છે. આ ઘટનાક્રમ રોજ ચાલ્યા કરે છે. પણ ન જાણે કેમ એ પંખી નું ક્યારે વૃક્ષ જોડે કોઈ નાતો જ ન હોય એ રીતે પાંખો ફફડાવી ચાલ્યું જતું.... આ પાંખો ની ફફડાટ રોજેરોજ વૃક્ષ ના મનમાં હવે ધીમે ધીમે દ્વેષ ઉત્પન્ન કરતું હતું. અને એ (દ્રશ્ય) વૃધ્ધ પક્ષી ને સ્પષ્ટ રીતે દેખાતું હતું.
વૃધ્ધ પક્ષી વૃક્ષ ની આ દશા જોઈ વૃક્ષ જોડે વાર્તાલાપ કરવાનો નિર્ણય કરે છે.
એક દિવસ એ વૃધ્ધ પક્ષી પોતાના રહેઠાણ થી ઉડી વૃક્ષ પાસે આવે છે. અને પોતાના અનુભવ દ્વારા વાર્તાલાપ શરૂ કરે છે. કહે છે કે હે વૃક્ષ શું થયું છે.? તું કેમ ચિંતિત રહે છે.? તારા ચિંતિત રહેવાથી તને ખબર પણ છે કે તારું કુદરતી સૌંદર્ય ધીમે ધીમે નિસ્તેજ થય રહ્યું છે. જો તું આમજ ચિંતામાં રહીશ તો એ દિવસ દુર નથી જ્યાં તારું સર્વસ્વ નિર્જીવ થય જશે. સાચું કહે તું એ પંખી ના કારણે દુઃખી છે ને..? હમ્મ.. ક્રમશઃ
@અભિ / @ઓમ