પ્રેમ ભર્યા સાથ ની આશ,
થવા તરબોળ
ઝરણાં ચકાસ્યા !
કોરો સંગાથ !!
મધમીઠા વેણ ની આશ,
થવા તરબતર...
ફૂલો ફંફોસ્યા !
મૌન સૂનકાર !!
પ્રણય ના ગીત ની આશ,
થવા સંગીતમય
સુરો સમેટ્યા !
સૂનો આલાપ !!
સ્નેહ તરસી નજરું ની આશ,
થવા સરાબોળ...
દરિયા ઉલેચ્યા !
ભીતર વલોપાત !!