English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૈસો

સુખી અને દુખી માણસો વચ્ચે નો ભેદ દર્શાવતી એક અને માત્ર એક જ અદ્રશ્ય રેખા એટલે પૈસો.

આજના જમાના નો સૌથી મોટો અભિષ્રાપ એટલે પૈસો.

અમીરો પાસેથી જતો નથી અને ગરીબો પાસે રેહતો નથી.
અમીરો ને કઇ જગ્યા એ વાપરવો એની ચિંતા તો ગરીબો ને ક્યાંથી લાવી ને વાપરવો એની ચિંતા.
જો મહેનત થી મળતો હોત તો મજુરવર્ગ પાસે સૌથી વધુ હોત.
જો નસીબ થી મળતો હોત તો એક જ ઝુંપડી માં બધા જ ગરીબ ના રેહતા હોત.
પોત‍ાના ખિસ્સા ભરવા ની આડ મા માં લક્ષ્મી નુ થતુ અપમાન એટલે પૈસો.
કલર બદલાયો પણ પોતાની છાપ ના બદલી શક્યો આ પૈસો.

પૈસા ને કર્મ સાથે કોઇ સંબંધ હશે ખરો ?
જો હા તો ગરીબો ની વસ્તી અમીરો કરતા કેમ વધુ છે ?અને
જો ના તો કર્મ વગર અમીરો ને વારસા મા કરોડો ની સંપત્તિ કેમ મળી જતી હશે ?
કદાચ એટલે જ અમીરો માથા પર આ સ્લોગન લખાવી લેતા હોય છે. "NOBODY CARES ABOUT MY CHARACTER & IDENTITY BCOZ I M RICH"

રાજા યુધિષ્ઠિર દ્વારા જે સમાજ ની રચના થયી હતી એ જોઇ અને પ્રસન્ન થયીને
ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત મા કહ્યુ હતુ કે " ચોરી તો ત્યાં થાય જ્યાં અમુક લોકો પાસે બધુ જ હોય અને અમુક લોકો પાસે કઇજ ના હોય"
કદાચ એવા સમાજ ની તો આપણે કલ્પના જ કરવી રહી.

English Thought by Jimmy Jani : 111069404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now