*કદીક સીધું, કદીક આડું,*
*ચાલ્યાં કરવાનું આ ગાડું.*
*કર્મની ઘંટી દળતી રહેતી,*
*થોડુંક ઝીણું, થોડુંક જાડું.*
*સપનાંઓને રોકો ત્યાં તો,*
*ઈચ્છાઓનું આવતું ધાડું.*
*આંસુનાં તોરણો બાંધીને*
*આંખો પૂછે, સેલ્ફી પાડું?*
*આ જીવન છે જ અડવીતરું*
*બસ, દિલથી જીવી લો થોડું.*