પ્રિય ૨૦૧૮,
જરાય જીવ નથી ચાલતો તારા થી વિખૂટાં પડવાનો
પણ સમય આવી ગયો તારો ,રેત ની જેમ સરકવા નો !
જતાં જતાં સૌને ઉત્સાહસભર છેલ્લો દિવસ આપે
ઉજવણી થાય ધૂમધામ ,ને નવા વર્ષ ની ભેટ પણ આપે !
નવું વર્ષ વધાવવા પણ સૌ ખૂબ આનંદ થી તૈયાર
પણ અંતરંગ મિત્ર ની જેમ તેં આપ્યો સુંદર સાથ !
બની જશે યાદો અને કિસ્સા , કાલ થી જ આજ ની વાતો
પણ કેમ ની ભુલાશે ? ૨૦૧૮ , તેં આપેલી સોગાતો !!
ચાલ, ના ગમે તો યે હસતાં મોઢે કરું છું તને વિદાય
સાલ ૨૦૧૮ને સાયોનારા, ટાટા, ફાઈનલ ગુડબાય !!