આટલી ઉતાવળ કેમ છે, વાહન જરા આસ્તે હંકાર ને !
પોતાનો જીવ વહાલો છે ને ? તો બીજા નું યે વિચાર ને !!
ઘરે થી હો કલાક મોડા, પણ સિગ્નલ પર કેમ છે ઉતાવળ
બે ચાર મિનિટ માં શું ખાટું- મોળું! જાતે જ શિસ્તમાં ઢળ !!
એક હાથે સ્ટેરીંગ પકડ્યું,ને મોબાઈલ તારા બીજા હાથ
સ્કુટર પર તારી વાંકી ડોકી,થાય અકસ્માત ના એંધાણ !!
હેલ્મેટ પહેરતાં જોર આવે,રૂમાલ દુપટ્ટો વીંટી ચલાવે
માથું ક્યાંક અફળાયું, તો ભગવાન બી વહારે ના ધાવે !!
સીટ બેલ્ટ ના પહેર્યો, રોંગ સાઇડ ચલાવવાની હોબી
ખુદ નું જીવન ખતરા માં, હાથ પગ ભાંગવાની ભીતિ !!
વસ્તી છે અપાર, ખૂબ જરૂરી છે ટ્રાફિક શિસ્ત ની વિશ
હર કોઈ કેળવે ટ્રાફિક સેન્સ,તો સમય અને જિંદગી ની બક્ષિશ !!