પ્રકાશના માર્ગે અંતરાય આવતાં દેખાય છે પડછાયો.
વસ્તુ કરતાં નાનો કે મોટો કે જેવડો હોય છે પડછાયો.
પદાર્થ કે વસ્તુનો મૂળભૂત આકાર જાળવી રાખનારો,
રંગે કાળોને સ્પર્શશૂન્ય કેવો ઓળખાય છે પડછાયો.
પડછાયાની ઘટનાથી ગ્રહણો ખગોળમાં ઉદભવતાં,
શશી રવિને પણ ઢાંકી દૈને એ વરતાય છે પડછાયો.
કવચિત ભ્રમ ઉત્પન્ન કરી અંધશ્રદ્ધાને ફેલાવતો એ,
આખરે અજ્ઞાનનું એ પ્રતીક સમજાય છે પડછાયો.
નથી ખાસ કોઈ અસ્તિત્વ એનું બિંબને અનુસરતો,
રખે પ્રકાશની ગતિ રોકીને એ હરખાય છે પડછાયો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '