માતાપિતાની સેવા કરવી મંદિરે જવાની જરુર નથી.
ભૂખ્યાંને ભોજન આપો છપ્પનભોગની જરુર નથી.
રોગીની સારવાર કરી જુઓ તીર્થાટનની જરુર નથી.
અભણને અક્ષરજ્ઞાન આપો ગ્રંથવાચનની જરુર નથી.
એકાદ વૃક્ષને વાવી ઉછેરો પૂજા કરવાની જરુર નથી.
ટાઢે ધ્રૂજતાને ઢાંકી જુઓ પાપ ઢાંકવાની જરુર નથી.
કોઈ અનાથની ટેકણલાકડી બનો કીર્તનની જરુર નથી.
સંપ સલાહથી રહેતાં શીખો પછી પ્રાર્થનાની જરુર નથી.
કોઈની નિંદા કુથલી ના કરો પછી સ્તવનની જરુર નથી.
માનવધર્મ સૌથી સવાયો કઠોર જપતપની જરુર નથી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '