હીંચકો

પ્રિયે ! ચાલને આજે એકબીજાને ફરી
વચન આપીએ...
જીવનના એ તબક્કામાં આપણે રોજ
હીંચકે ઝુલીશું,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?

ત્યારે તું હોઈશ જવાબદારી મુકત અને
હું પણ હોઈશ નિવૃત્ત...
હિંચકા ઉપર બેસી રોજ કરીશું પ્રેમભરી
એવી ગુફ્તગુ,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?

એક ઠેસ તું લગાવજે અને એક ઠેસ હું,
આમ કરતાં જ સહેલ કરીશું...
જૂની યાદો વાગોળીશું અને બાકી રહેલી
પળ જીવીશું ,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?

સપ્તપદીના એ વચન ફરી લઈ શું, અને
એને પ્રમાણિકતાથી નીભાવીશું...
એકબીજાની ભૂલોને ભૂલી નવી
યાદ બનાવીશું,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?

તારા શોખને હું અપનાવીશ અને
મારા શોખને તું...
એકબીજાની ટેકણ લાકડી બનીને જીવીશું
હું અને તું,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?

પ્રિયે, જીવન ના એ તબક્કામાં જ્યારે
ભગવાનનું તેડું આવશે ખાસ...
અને છૂટી જશે આપણો સંગાથ...
વચન આપ ત્યારે પણ રહેશે
આપણો હીંચકા કેરો સંગાથ,
તું આપીશ ને આ વચન ખાસ..!?

Gujarati Good Morning by Shefali : 111067822
Shefali 8 year ago

આભાર @ સંદીપ...true

Ssndeep 8 year ago

વાહહહ હીચકા ની ઠૅસ પર ઘણી ઠૅસ ઉકલી જાય છૅ @મસ્ત લખ્યુ

Ssndeep 8 year ago

વાહહહ હીચકા ની ઠૅસ પર ઘણી ઠૅસ ઉકલી જાય છૅ @મસ્ત લખ્યુ

Shefali 8 year ago

આભાર @ ચેતન @ વિજય જી અને @ હીર

Heer Ahir 8 year ago

vah shefudi hart touching

Chetan Joshi 8 year ago

એક દમ સરસ શેફાલી મેડમ

Shefali 8 year ago

thnx તીર્થરાજ...

ABC 8 year ago

last six lines are Amazing !

Shefali 8 year ago

આભાર @ કેતન અને @ અમિતા...

Shefali 8 year ago

આભાર @ જલ્પા બેન...આપડી વાતો સમય અને સ્થળ ની ક્યાં મહોતાજ છે જ...બાકી હિંચકા ઉપર વાત કરવી હોય તો માર્ચ પછી મારા ઘરે

Shefali 8 year ago

આભાર @ વિપુલ ભાઈ અને @ જીગરી

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ અનેક નવા અધ્યાય જોડતા રહીશું, એકબીજામાં ભળતા રહીશું...

Shefali 8 year ago

આભાર @ ટિયા અને @ એસીપી

Shefali 8 year ago

આભાર રોહિત @ આમજ એકમેક ના સંગાથ થી આગળ વધતા રહીશું...

Amita Patel 8 year ago

bahu j saras shefali.. last line aavta aavta tame touchy kari nakhyu.. very nice

Ketan 8 year ago

સરસ...

Jalpa Sheth 8 year ago

shefaliben aavo hinchka par besiye ne vato kariye

Ravina 8 year ago

વાહ જીગરી બેન

Bhavesh 8 year ago

vahhh khub saras

Tiya 8 year ago

wah મસ્ત ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ..@ અનંત અંત સાથે આમ વળતા રહીશું, એકબીજાને સાથ આપતા રહીશું...

Shefali 8 year ago

ધન્યવાદ સખી...

Shefali 8 year ago

આભાર કિંજલ...

HINA DASA 8 year ago

અભિનંદન જીગરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now