Gujarati Quote in Book-Review by Chetan Joshi

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણાયન-૧


જે જીવ આ પૃથ્વી ઉપર અવતરે છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે અને તે સમયની પીડા નો અનુભવ પણ કુદરત નો ક્રમ છે.આપણે સહુએ વડીલો પાસેથી સાંભળ્યું છે કે,

“જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે દરેક મનુષ્યનુ જીવન તેની આંખ સામેથી ચલચિત્ર ની જેમ પસાર થતું હોય છે”

તો શું માનવ થઈ ને જન્મેલા ઈશ્વરે પણ આ લાગણીઓ અનુભવી હશે? મનુષ્ય થઈને જન્મવું એટલે જ આ સર્વ સંવેદનાઓ અનુભવવી.

“કૃષ્ણાયાન” એટલે શ્રીકૃષ્ણ એ તેમના જીવનની છેલ્લી પળોમાં જીવેલી,સંવેદેલી તેમની જીવનયાત્રા.

“માનવ થઈને જન્મેલ ઈશ્વર"
કૃષ્ણ,આ માનવ થઈને જન્મેલા ઈશ્વરને આપણે કેટકેટલા સ્વરૂપે ઓળખીએ છીએ!યશોદાનો લાલો,નંદનો કનૈયો,ગોપીઓનો કા'ન ને રાધાનો પ્રિયતમ તો કુબ્જાનેા ઉધ્ધારક.મહાભારતના રાજકારણી તરીકે ને ગીતામાં ગુરુ ,ચૈતન્ય સ્વરૂપે ને શ્રીમદ્ ભાગવત મા દિવ્ય પુરુષ તરીકે,તો રુકિમણી અને સત્યભામા ના પતિ તો દ્રૌપદી ના સખા અને સુભદ્રાજી ના ભાઇ કે જે પોતાના જ મિત્ર ને પોતાની બહેનનું અપહરણ કરવા પ્રેરે અને તે માટે અનૂકુળતાં પણ કરી આપે.આમ,આટઆટલાં સ્વરૂપો હોવા છતાં દરેકનું એક આગવું વ્યક્તિત્વ અને આ વ્યક્તિત્વ એવું કે તમને તેના દરેક સ્વરૂપ ની ઝંખના જાગે.
we know that He is not continually there as a husband with રુક્મણીજી કે સત્યભામાજી છતાં! ક્યારેય, ક્યાંય પણ વાંચ્યું કે તે લોકોએ પત્ની તરીકે કોઇ અધૂરપ અનુભવી હોય! “Any woman always seeks quality time not quantity time “એ થોડા સમયમાં પણ એમણે તેમની પત્નીઓને જે સન્માન,સ્નેહ,વિશ્વાસ,પ્રણયથી તરબોળ કરી હશે! તો કઈ સ્ત્રી ને આવા પૂર્ણ પુરુષ ની ઝંખના ના થાય!
રાધાનો પ્રિયતમ કા'ન. રાધાને કેટલી નિષ્ઠા પૂર્વક પ્રેમ કર્યો છે કે તેની પ્રત્યક્ષ ગોકુળ છોડ્યા પછી ક્યારેય નથી રહ્યો છતાં તેનીપ્રત્યેક પળ મા જીવ્યો છે.તેમનો પ્રેમ એટલો સાચો હતો,એટલો જીવનથી ભરપૂર હતો કે એકજ સ્વરૂપે બે જિંદગી જીવી ગયા.આ પ્રેમની શક્તિ થી જ તે તેમના સંસારની જવાબદારી,અયનની પત્ની કે આર્યકની મા બની શક્યાં,અને તેમના મા જ જીવતી બીજી સ્ત્રી કે જે કૃષ્ણમય થઇને જીવતી હતી, જેના શ્વાસ પણ કૃષ્ણ ના નામે ચાલતા અને શરીરમાં ફરતું રક્ત પણ તેના નામનું રટણ કરતું. આ રાધાને અયનની પત્ની કે આર્યક ની મા સાથે કોઇ જ નિસ્બત ન હતી.કઇ સ્ત્રી ના ઈચ્છે આવો પ્રેમી!
અને દ્રૌપદી ના સખા ગોવિંદ, પાંચ પતિઓની પત્ની પાંચાલીની દરેક મૂંઝવણનો ઉકેલ એટલે ગોવિંદ!જીવન સાથે સતત લડતી રહેલી,ઝઝૂમતી રહેલી સ્ત્રી એટલે દ્રૌપદી, જેનો જન્મ જ વૈર માથી થયો હતો, તેની પ્રત્યેક લડતના સાક્ષી અને તેના પ્રત્યેક પોકારે દોડી આવકાર સખા એટલે ગોવિંદ!દ્રૌપદી ને બળ આપનાર,જીવન સામે ઝઝૂમવાની શક્તિ આપનાર,જીતનો વિશ્વાસ જગાડનાર વ્યક્તિત્વ એટલે ગોવિંદ,શ્રી કૃષ્ણ.
અસ્તુ...


✍✍

Gujarati Book-Review by Chetan Joshi : 111067405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now