સહિષ્ણુતાનો તહેવાર છે નાતાલ.
પ્રેમસંદેશ તણો વહેવાર છે નાતાલ.
ઈસુની કુરબાની આજેય અડીખમ,
અપકાર પરનો ઉપકાર છે નાતાલ.
સહનશીલતાની હતી એ પરાકાષ્ઠા,
તોય ક્ષમાયાચના ઉચ્ચાર છે નાતાલ.
' જેવા સાથે તેવા' નો ન્યાય ભૂલાવતો ,
ભૂલીને ભલું કરવા કહેનાર છે નાતાલ.
હતી દ્વેષવૃતિ ઈસુ પ્રત્યે તોય ન નારાજ,
ઘૃણા સામે પ્રેમનો ઉપચાર છે નાતાલ.
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '