Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની માનવ શરીર.
શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની ઉમદા વિચાર.

નથી મળતો માનવજન્મ વારંવારને,
શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની સત્ય આચાર.

સ્વાર્થરત દુનિયામાં સૌ નિજનું હો,
શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની પરોપકાર.

સામ્ય આચાર વિચારનું હોવું ઘટે,
શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની સદાચાર.

અન્નથકી જ મન ઉદભવનારું છે,
શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની શુદ્ધ આહાર.

છોડી જો આધિ વ્યાધિને ઉપાધિને,
શ્રેષ્ઠ ભેટ છે ઇશ્વરની એનો આધાર.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111066860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now