છલોછલ ભરી ને શું કરશું અંતે તો ખાલી કરવું છે
મનોમન ઉભરાઈને શું કરશું અંતે તો ખાલી કરવું છે
કેટલાં અરમાનો,કેટલાં સપનાંઓ અહીં ચણી લીધાં છે
મહેલ કહો,ઘર કહો,મકાન કહો અંતે તો ખાલી કરવું છે
સઘળી વ્યથાઓ,વેદનાઓ ની ફાંટ ભરી ને શું કરશું
આમ આંખો માંથી આંશુ ધારે અંતે તો ખાલી કરવું છે
આ કોઈ લાવ્યાં છાબ ભરી લાગણીઓ તો કોઈ સબંધો
બીજું કંઈ નહીં આ સચવાશે કેમ,અંતે તો ખાલી કરવું છે
સજાવી,સંવારી,કેટલી માવજત,સુશ્રુષા કરી જાળવ્યું હતું
ખબર મોડી પડી,ભાડે હતું ખોળિયું,અંતે તો ખાલી કરવું છે