The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏👌👍👍🙏🙏🙏🙏 *પરીવાર ને ભેગા કરી ને જ વાંચો* 🥼 *એક બહુ જ મોટા ગજા ના ડૉક્ટર ની આ વાત છે. તેઓ નું સમાજમાં, શહેરમાં, ને પ્રદેશમાં ખૂબ જ મોટુ નામ હોય છે.અને તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે.એક દિવસે નિરાંત હતી. ડૉ. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા અલક-મલકની વાતો ચાલતી હતી.ત્યાં.. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે.ડૉ.અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં .શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની ચર્ચાઓ ચાલી રહી હતી*. 🥼 *ત્યાં જ બાજુની રૂમમાંથી ખાંસીનો અવાજ આવ્યો. ને તુરંત જ ડૉક્ટર ઉભા થઇ ગયા, ને બારણું ખોલી અંદર દોડી ગયા.* બધા સ્તબ્ધ બની ગયા. ને એમણે ખુલ્લા રૂમ તરફ જોયું તો, *ડૉક્ટરે રૂમની અંદર સૂતેલા કોઈ ડોશીમાને ધીમેથી બેઠા કયાઁ ને ડોશી મા એ મોઢું ખોલ્યું, ને ડૉક્ટરે હાથ ધરી દીધો. ડોશીમા ડોકટર ના હાથમાં બે-ત્રણ વાર થૂંક્યા. ડૉક્ટરે હાથ ધોયા ને પછી આવીને ડોશીમા ને ધીમેકથી સુવાડ્યા. ડોશી મા એ ડૉક્ટરના માથે બે'ય હાથ મુક્યા, ને સૂઈ ગયા.* 🥼 ડૉક્ટર બહાર આવ્યા, ને મિટિંગ ચાલુ કરી. પણ.. *બધા ડૉક્ટર નું મોઢું જ જોતા રહ્યા.* ડૉક્ટર કહે, *"બોલો આગળ."* એક ભાઈ બોલ્યા, *"ડૉક્ટર, આ કામ તમારું નથી. આ તો નર્સનું કામ છે."* ડૉક્ટર કહે, *"આ મારા patient નથી, આ તો મને પેટે જણનારી છે. આ મારી માં છે."* ત્યાં જ ડૉક્ટરના પત્ની આવી ગયા. ને બોલ્યા, *"આ અમારી મમ્મીએ જ એમને અહીં સુધી પહોંચાડ્યા છે."* 🥼 ડૉક્ટર કહે, *"હું 1 વર્ષનો હતો, ને મારા પિતાજી ગુજરી ગયા. મારી માંએ ઘાસની ભારીઓ વેચી-વેચીને, ઘરોમાં કામ કરી-કરીને મને મોટો કર્યો, ભણાવ્યો. હું Matricમાં first આવ્યો."* મેં માંને કહ્યું, *"હવે તું આરામ કર. હું ક્યાંક સારી નોકરી ગોતી લઉં છું."* પણ.. માંએ સોગંદ આપ્યા, ને કહ્યું, *"બેટા! તું ખૂબ ભણ, ને મોટો સાહેબ થા. એ મારી ઈચ્છા છે."* *માંએ દાગીના વેચી નાખ્યા, હું ખૂબ ધ્યાનથી ભણ્યો, ને ડૉક્ટર બન્યો*. 🥼 *"આ બંગલો, આ ગાડી-હોસ્પિટલ, આ બધું જ.. મારી માંની મજૂરીનું ફળ છે.* તમે તો માત્ર મારા હાથમાં થૂંક જોયું, પણ.. આ મારી માંએ તો મારા મળ-મૂત્ર હાથથી સાફ કર્યા છે. મારી ઉલટીઓને હાથમાં ઝીલી છે. ને *પોતાની સાડીના પાલવથી મારુ મોઢું લૂછ્યું છે. મિત્રો, માંએ જે કર્યું છે, એના તો 100માં ભાગનું'ય હું નથી કરતો. અને મારા કરતા તો આ વધારે આ મારી પત્ની કરે છે."* 🥼 ત્યાં જ ડૉક્ટરના wife બોલ્યા, *"સાહેબ તો સાહેબ છે. બાકી.. એક વાત કહું, મારા સાસુમાં લગ્નના બીજા વર્ષે જ વિધવા બન્યા. લોકો કહેતા, ગામમાં એમના જેવી રૂપાળી કોઈ સ્ત્રી નો'તી. અત્યંત રૂપાળા હોવા છતાં'ય એમણે બીજા લગ્ન ન કર્યા, કારણ.. માત્ર, મારા પુત્રને તકલીફ ન પડવી જોઈએ. અને એમણે જ પિતાની ને માતાની બેવડી જવાબદારી નિભાવીને એમને આટલે સુધી પહોંચાડ્યા.ને ડૉક્ટરના પત્ની રડવા માંડ્યા. બધા જ અગ઼ણીઓ ભીના બની ગયા* 🥼 ડૉક્ટરના પત્ની આંસુ લૂછતાં બોલ્યા, *"અડધી રાતે'ય ખાંસી આવે ને, તો ડૉક્ટર દોડી જાય."* ત્યાં જ ડોક્ટર બોલ્યા, *"સાચું કહું, તો માંના આશીર્વાદે જ આ મળી છે. મારા કરતા પહેલા આ દોડી જાય છે. મારી માંને હું ન હોઉં તો ચાલી જાય, પણ.. આના વગર ન જ ચાલે."* ડૉક્ટરના પત્ની બોલ્યા, *"સાહેબને એમણે હથેળીનો છાંયો આપી મોટા કર્યા છે, એ સાસુમાંને હું હાથ અડાડું ને, તો મારી હથેળીની રેખાઓ બદલાઈ જાય."* 🥼 ડૉક્ટર, wife ને આવેલા બધાની જ આંખો ભીની બની ગઈ. બધા કહે, *"ડૉક્ટર, એકવાર તમારી માતાના દર્શન કરાવો."* ડૉક્ટર ને wife ખુશ થઇ ગયા. ને બોલ્યા, *"તમે મળશો, તો મમ્મીને બહુ જ ગમશે."* બધાને જોઈ ઘરડા ડોશીમા ખૂબ ખુશ થયા _એક મેસેજ,_ _*ઘરમાં ઘરડા માતા-પિતા હોય, તો આવેલા મહેમાનને એમની જોડે મેળવજો. તમને બે મહિનાનું લોકડાઉન ભારી પડે છે, તો એ તો.. કેટલા વરસથી બેડડાઉન છે, રૂમડાઉન છે, એમને'ય થોડીક હળવાશ લાગશે ગમશે.*_ 🥼 ડૉક્ટર, *"માં! આ બધા મારા મિત્રો છે."* માં એટલું જ બોલ્યા કે *"ભગવાન તમને સુખી રાખે. મારો દીકરો-વહુ મને બહુ સાચવે છે."* ને ડોશીમાને ખાંસી ચઢી,અને ડૉક્ટર હાથ ધરે, એ પહેલા તો તેમની પત્ની એ બંને હથેળી ને ધરી દીધી. ડૉક્ટર બધાને લઈને બહાર આવ્યા. બધા વિદાય થયા ત્યારે એટલું જ બોલ્યા, *"ડૉક્ટર! પેટ ભરીને જ નહિ, મન ભરીને જઈએ છીએ. અમારી માંને'ય અમે આવી ખુશ રાખીએ*. *અને વધતા વૃદ્ધાશ્રમોની સામે, શ્રવણોની વૃદ્ધિમાં અમારું અને તમારુ પણ નામ જોડાય તેવી જ અપેક્ષા* _*આ લોકડાઉનનો સમય છે. કંટાળવાથી સમય ઘટતો નથી, ઉપરથી સમય લાંબો લાગે છે. કોઈક Activity-પ્રવૃત્તિ તમને કંટાળતા અટકાવશે. ડિપ્રેશનથી બચાવશે. ચીડિયા થતા રોકશે. જાઓ, માતા-પિતા હોય તો એમની પાસે, બેસો પરિવાર જોડે, Game તો બહુ રમ્યા, હવે થોડાક પ્રેમથી આરાધનામાં રમો. ને તમારા કોક સાધર્મિકને ફંડથી કે ફોનથી રાહત આપો.*_ *જે મસ્તી આંખોમાં છે, તે સુરાલયમાં નથી હોતી,* *અમીરી કોઈ દિલની, મહાલયમાં નથી હોતી;* *શીતળતા પામવા, તું દોટ ક્યાં મૂકે માનવી,* *જે "માં"ની ગોદમાં છે, તે હિમાલયમાં નથી હોતી!* ✍🏻🥼 _1 મિનિટ કથા પછી વાંચજો,_ _*આ ડૉક્ટર દંપતી માટે તમારું feelings કેવું? તમને એવું લાગે કે નહીં, આવા જ દીકરા-વહુ જોઈએ. એક વાત કહું, તમારા માતા-પિતાનું તમારા માટે'ય આવું જ feelings હશે, એકવાર Just Try.* તમે આવું કરો, *ભલે લોકડાઉન છે, મંદિર બંધ છે, પ્રભુ મળતા નથી. પણ આ ઘરમંદિરના દેવને તો પૂજી શકો છો. કેમ છો, પૂછી શકો છો. આ ઘરના દેવને પૂજો ને પૂછો.*_
ઑફિસે જતા મેં એક શ્રમિકને જોયો. તેના ખભા ઉપર બાળક બેઠેલું અને બીજા હાથ મા બાળક તેડેલું અને પાછળ ઘરવાળીને માથે પોટલું. તેઓ ચાલતા ચાલતા જતા હતા. નજીક થી પસાર થયો તો ખબર પડી આતો ધ્રુવજી, અમારે ઘરે કામ કરતો હતો. બાજુ માં કાર ઉભી રાખી, હું નીચે ઉતાર્યો. મેં કીધુ.. એ ધ્રુવજી....ક્યાં જાય છે...? ધ્રુવજી...ઉભો રહ્યો..બોલ્યો. વતન... મેં કીધું કેમ ? અહીં નથી રહેવું... ધ્રુવજી બોલ્યો....જાન હૈ તો જહાંન હૈ.... મેં કીધું એવું કોણે કીધું ? ધ્રુવજી કહે મોટા સાહેબે... મેં કીધુ રોકાઈ જા, લોકડાઉન ખુલે જ છે.... ધ્રુવજી કહે. એવું કોણે કીધુ ? મેં કીધું નાના સાહેબે ... રૂમાલ મોઢા ઉપર થી કાઢી હસવા લાગ્યો. બોલ્યો, સાહેબ ગરીબ માણસની આવી પરિસ્થિતિમાં પણ મજાક કરો છો.. મેં કીધું, અરે ધ્રુવજી હું તારી મજાક કદી ઉડાવું. જો હું પણ ઑફિસે જાઉ છું. 33% સ્ટાફ ને મંજૂરી આપી છે તેમાં મારૂ નામ આવી ગયું. અમારા ફ્લેટ માં કામ કરવા આવ 33% ને ત્યાં કામ કરજે.. કોરોના સામે લડતા શીખવાનું છે..સમજ્યો ? ધ્રુવજી કહે એવું કોણે કીધુ...? મેં કીધું મોટા સાહેબે. ધ્રુવજી કહે, અમારી રહેવા ખાવા ની વ્યવસ્થા કોણ કરશે ? મી કીધુ, અત્યારે તું ક્યાં રહેતો હતો ? ઓરડી મા, ભાડે લીધેલી, ધ્રુવજી બોલ્યો.. મેં કીધું, તો ત્યાં જ રહેવાનું. સાહેબ ઓરડી નું ભાડું કોણ આપશે ? ધ્રુવજી બોલ્યો.. મેં કીધું, બે મહિના ભાડું કોઈ માંગશે નહીં, તેવું કીધુ છે સાહેબે. ધ્રુવજી કહે બે મહિના તો થઈ ગયા. ઓરડી ના માલિકે ભાડું માફ નથી કર્યું. મારી સાયકલ અને મોબાઈલ રાખી લીધા છે. કહે ભાડું ચૂકવી છોડાવી લેજે.. બે મહિનાથી કામ નથી. સાહેબ લોકડાઉન આ "પાપી પેટે "જાહેર નથી કર્યું.. આ પાપી પેટ તો બે સમય ખાવાનું રોજ માંગે છે. કેટલા દિવસ પાણી પીવરાવી પેટ ને સમજાવું. મેં કીધું, એવું કેમ ચાલે, સરકારે કીધુ છે, ઘર નું ભાડું કોઈએ પણ ન લેવું ? ધ્રુવજી બોલ્યો, સાહેબ સરકાર ટ્રેન અને બસ ના ભાડા માફ નથી કરતી તો મકાન મલિક ને આપણે કેવી રીતે એવું કહેવાય ? ધ્રુવજી આંખ માં પાણી સાથે બોલ્યો. જવા દયો સાહેબ, દેશ આમ જ ચાલશે. અમારી જિંદગીની સફર મંજિલ વગર ની હોય છે સાહેબ. કોઈ વખત તો થાકી જવાય છે, પણ છૂટકો નથી મેં કીધું ધ્રુવજી, આ તારો બે મહિનાનો બાકી નીકળતો પગાર, Rs.3000/-. બીજા 2000 રૂપિયા. તે પગાર વધારો Rs.250 માંગ્યો હતો..એ મેં તને આપ્યો ન હતો..ટોટલ Rs.5000 અને બીજા Rs.5000 એડવાન્સ પગાર.. ટોટલ 10000 રૂપિયા... ધ્રુવજી મારી સામે જોવા લાગ્યો. સામાન નીચે મૂકી મને પગે લાગ્યો. સાહેબ, મારી તકલીફ વખતે તમે મને મદદ કરી છે. ભગવાન તમારી રક્ષા કરે. તમારૂ પાકીટ સદા ભરેલું રાખે, કહી મને અચાનક ભેટ્યો. સ્થિતિ એવી હતી કે અમે એક બીજા સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ગયા હતા... ધ્રુવજી હાથ જોડી બોલ્યો..સાહેબ કોરોના થી ધ્યાન રાખજો... મેં કીધું..તું પણ ધ્યાન રાખજે..પાછો આવ ત્યારે મળજે તારી સાયકલ છોડાવવા ની જવાબદારી મારી...અને ઓરડી નું એડવાન્સ ભાડું પણ આવ ત્યારે લઇ જજે... તેના પરિવાર ના મોઢા ઉપર અચાનક ખુશી આવી ગઈ.. એ પાછું વળી વળી મને આવજો કરતો રહ્યો..અને હું તેને ભીની આંખે જોતો રહ્યો.... વાસ્તવમાં આ રૂપિયા દર મહિને ધાર્મિક પ્રવૃત્તિ માટે પગાર માંથી હું અલગ રાખતો હતો. સવારે પૂજા ના રૂમ ની અંદર રૂપિયા ની નોટો ગણી તો Rs.10000 થતા હતા.. મેં વિચાર્યું કે રસ્તા માં આવતા મંદિર માં મૂકી દઈશ પણ ત્યાં રસ્તા મા ધ્રુવજીને જોઈ મને થયું મંદિર કરતા ધ્રુવજી ને વધારે જરૂર છે. ભગવાન તો ભાવ નો ભૂખ્યો છે. તેને રૂપિયા ની ક્યાં જરૂર છે. હું કાર માં બેઠો ત્યાં મોબાઈલ માં મેસેજ આવ્યો... Your A/C has been credited for salary..Rs........... મેં આકાશ તરફ નજર કરી કીધુ. લોક ડાઉન ને કારણે મેં પગાર ની અપેક્ષા કંપની પાસે રાખી ન હતી. પણ આ અચાનક તારી મહેરબાની તું એક હાથે અપાવે છે તો બીજા હાથે આપી દે છે. એ ચોક્કસ છે. જય મુરલીધર મિત્રો.. તમારી આજુબાજુ જરૂરિયાત મંદ વ્યક્તિઓ દેખાતી હોય તો પ્રત્યક્ષ દાન ધર્માદો કરો. તેમાં જે આનંદ મળશે..તે ટ્રસ્ટ કે PM ફંડમાં લખાવે નહિ મળે... તિરુપતિ બાલાજી જેવું મંદિર એમ.કહે બે મહિના થી અમે ખોટ માં ચાલીયે છીયે...જેની મહીને 300 કરોડ ની ફક્ત વ્યાજ ની આવક છે.. અને 12000 કરોડ ની ડિપોઝીટ છે મદદ કરવી હોય તો તમારી આજુબાજુ નજર કરો.. જે તમારી મદદ ની રાહ જોઈ બેઠા છે યાદ રાખો પ્રત્યક્ષ આપવામાં જે આનંદ મળે છે તે પરોક્ષ આપવા મા નથી આવતો 🙏🏼
*Happy Mother's Day* મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ હાથ ગૂંથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કેરી હેલ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ શશીએ સિંચેલ એની સોડ્ય રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ જગનો આધાર એની આંગળી રે લોલ કાળજામાં કૈંક ભર્યા કોડ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ પળના બાંધેલ એના પ્રાણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ લેતા ખૂટે ન એની લહાણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ અચળા અચૂક એક માય રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ એનો નહિ આથમે ઉજાસ રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
શબ્દો ને "સેનેટાઈઝ" કર્યા છે અને કવિતાઓ પર "કરફ્યુ" લગાવ્યો છે, ફેલાય નહીં "સંક્રમણ" મારા પ્રેમ નું એટલે લાગણીઓ પર "લોકડાઉન" લગાવ્યું છે....
*પતિપત્નીનો એક હ્રદયસ્પર્શી વાર્તાલાપ* પતિ: અરે કેમ સૂતી નથી.? પત્ની: બસ શાંતિ થી બેઠી છું. સાચુ કહું મને રોજ થાક લાગતો પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છો ને ત્યારથી આ થાક ઓછો થઇ ગયો છે, ભલે કામ થોડું વધી ગયું છે, કામવાળી બાઈ પણ રજા પર છે. છતા પણ હું રસોઈ બનાઉં, ને તમે અંદર આવીને વાતો કરતાં કરતાં, આગળ પાછળ બધું પડેલું જગ્યા પર મૂકી દો છો. હું કહું ને થોડી મદદ કરાવો તો તરત જ તમે બોલી ઊઠો કે લાવ હું કરી દઉં, નવરો જ છું. આ બધુ જ મને અઢળક પ્રેમનો અહેસાસ કરાવે છે. બસ આટલું જ તો જોઈએ છે મારે નાની મોટી રક્ઝક પણ, આખો દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતી જાય છે. તમારું ઘરમાં હોવું કે આમ વાત કરતાં રહેવાથી ઘર એકદમ ભરેલું ભરેલું લાગે છે. વાતો. અને મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઇ જાય છે. હવે સમજાયું કે રોજ મને થાક કામનો નહી પણ એકલતાનો લાગતો હતો. કંટાળો, સખત કંટાળો આવી જાય છે કયારેક... નઈ? પણ મારી વાત યાદ રાખજો તમે... પરિવાર સાથે કાઢેલા આ 40 દિવસ જીવનના અંત સુધી નઈ ભૂલો જયારે જીવન રાબેતા મુજબ ચાલુ થઇ જશે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ જશે. ત્યારે આ દિવસોની ઉણપ વર્તાશે. 🍁💐🌷🌹🥀🌺🌸🌼🌻
*રહી જો ડાળીઓ* *તો,પાંદડા પણ* *આવશે.....* *આ દિવસો ખરાબ છે* *તો* , *સારા પણ આવશે....* *માટેજ* *નિશબ્દ પ્રેમ* *વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું* *! ........આઈ સી યુ માં રહેવા કરતાં* **ઘરમાં રહેવું સારું.....................!!* *!!!........જીંદગીથી હાથ ધોવા કરતાં* *સાબુથી હાથ ધોવા સારા............!!!!* *ખુશ રહો..!સ્વસ્થ રહો .!મસ્ત રહો...!* *હર પલ મુસ્કુરાતે રહો...!* *ઘર પર પરિવાર કે સાથ રહો* ! *તમને મળવું જરૂરી નથી...* *તમારું હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કરસનકાકાને ઓટલે ઉભેલા જોઈને રમણલાલ માસ્તરે બુમ પાડી,"કાકા તમને મળવા આવું " કરસનકાકાએ ઈશારો કરીને હા પાડી એટલે રમણલાલ માસ્તર કાકાના ઓટલાથી દુર ઉભા રહીને બોલ્યા," કાકા,આ લોક-ડાઉને પરેશાન કરી નાંખ્યો એટલે તમારી સાથે વાતચિત્ત કરવા આવ્યો છું !" કરસનકાકા બોલ્યા," માસ્તર નિશાળમાં હેડમાસ્તર કહે તેમ કરવું પડે,ઘરમાં પત્ની કહે તેમ કરવું પડે અને દેશમાં રાજા કહે તેમ કરવું જ પડે,આવો આવો ઘરમાં આવો !" બન્ને ઘરમાં ગયા અને શકય તેટલા દુર દુર બેઠા ! કરસનકાકાએ પુછ્યું " માસ્તર શું મુંઝવણ છે,પૈસાની કોઈ ચીજની જરુર હોય તો કહો !" રમણલાલ માસ્તર તરત જ બોલ્યા," ના ના,ઈશ્વરકૃપાએ બઘું સારું જ છે મુંઝવણ તો આ કરોના વાયરસ માટે થોડાંક રુપિયા દાન કરવામાં પડી છે !" કરસનકાકા બોલ્યા," માસ્તર દાન કરવામાં શું મુંઝવણ થાય,શકતિમુજબ દાન કરી દેવાય !" રમણલાલ બોલ્યા," કાકા હાલ પ્રધાનમંત્રી રાહત ફંડ અને પ્રધાનમંત્રી કેર નામના બે ફંડ ચાલે છે વળી ગુજરાતના મુખ્યમંત્રીનું ફંડ પણ ચાલે છે તો કયા ફંડમાં ફાળો આપવો તે નક્કી કરી શકતો નથી,તમે કયા ફંડમાં ફાળો આપ્યો ?" કરસનકાકા સ્મિત કરતાં બોલ્યા," માસ્તર મેં તો ઘોબી ફંડમાં રુ.૧૫૦૦નો ફાળો આપ્યો છે !" માસ્તર ચમકીને બોલ્યા," ધોબી ફંડ ! " કરસનકાકાએ કહ્યું " માસ્તર આપણી સોસાયટીના નાકે પેલો મગન ધોબી વરસોથી આપણા કપડાંને ઈસ્ત્રી કરી આપે છે,હવે આ લોકડાઉન આવતાં સોસોયટીમાં લોકો લેંધો ઝભ્ભો કે શર્ટ પહેરીને ઘરમાં બેસી રહે છે,કોઈના ઇસ્ત્રીવાળા કપડાં મેલાં થતા નથી તેથી મગન ધોબી પાસે કોઈ ઈસ્ત્રી કરાવવા જતું નથી અને મગનાની આવક બંધ થઈ ગઈ છે એટલે મેં પ્રધાનમંત્રીના બદલે મગન ધોબીને ૧૫૦૦ રુપિયા આપી ૧૫ દિવસનું કરિયાણું ઘરમાં ભરી લેવાનું કહ્યું છે,લોકડાઉન લંબાશે તો બીજા રુ૧૫૦૦ આપીશ !" રમણલાલ માસ્તર તરત બોલ્યા ," વાહ કાકા વાહ દાન આપવાની તમારી રીત મને ગમી … … ! કરસનકાકા હસતા હસતા કહ્યું ,માસ્તર આપણા રુપિયા આપણે જ યોગ્ય જગાએ દાન કરી શકીએ,મંદિરમાં કે સરકારી ફાળામાં આપેલા રુપિયા કયા કેવી રીતે વપરાયા તેની કોઈ ગતાગમ પડે નહી તેથી હું તો વરસોથી મારી આવકના ૧૦% આવી રીતે જ દાનમાં આપતો હોઉં છું !" રમણલાલ માસ્તર ગળગળા થતાં બોલ્યા," કાકા હવેથી હું પણ તમારી જેમ જ યોગ્ય પાત્ર જોઈને દાન કરીશ !" કરસનકાકા રાજી થઈને બોલ્યા," તો ઉપડો માસ્તર, સરકારી બગીચાના ઝાંપે બેસતાં છગન મોચીને મોચી ફંડ આપી આવો અને મોદી ફંડની મુંઝવણ હટાવી દો !" પ્રધાનમંત્રી મોદીના બે ફંડમાં અટવાઈ ગયેલા માસ્તર મોચી ફંડમાં રુ.૧૦૦૦નો ફાળો આપી આવ્યા ! પ્રધાનમંત્રીના ફંડમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ બોલીવુડમાં ફિલ્મ દીઠ કરોડો રુપિયા કમાતા કલાકારો અને બીસીસીઆઈની ક્રિકેટ મેચોમાં કે આઈપીએલની ટીમોમાં પસંદ થયેલા ક્રિકેટરો મોટી મોટી રકમના દાન આપી અખબારોમાં ફોટા મુકાવે પણ સામાન્ય વ્યકતિએ તો પોતાના પરિચીત એવા કોઈ ગરીબ પરિવારને જ મદદરુપ થવું જોઈએ તેવો વિચાર આવતાં તે ઉપરોકત સંવાદ રુપે રજુ કર્યો છે ! ગમે તો અપનાવજો ના ગમે તો દાન આપવા માટે દેશમાં મંદિરો,આશ્રમો, રાજકિય પક્ષો અને રાજયોના ફંડોની કયા કમી છે !
😌 ક્યારેય કોઈને પણ નહીં કહેવાયેલી એક સ્ત્રી ની મનોવ્યથા..... "હાશ..બધું જ લેવાઈ ગયું." શાક ને કરિયાણું થેલીમાં ભરતા બોલી. "દીકરાને ભાવતો ગાજરનો હલવો કરવા ગાજર, દીકરી માટે મેક્રોની. વરજીને વાલોર ઢોકળી બહુ પ્રિય..આજે તો એ જ બનાવું. થોડા રવૈયા બા માટે લેતી જઉં. અરે હા..બાપુજી કાલ સુખડી યાદ કરતા'તા ને! ભાઈ...જરા બે કિલો ગોળેય આપી જ દો. જરા નરમ આપજો હોં.. સમારવો સહેલો પડે.. ને ઘી મૂકી દેજો એક કિલો." થેલી ઠસોઠસ ભરાઈ ગઈ..વસ્તુઓ ઉપરાંત અનેક લાગણીઓથી. "આટલું વજન લઈને છેક ઘર સુધી ચાલવું..અઘરું પડે છે બાપા!" મનોમન બોલતા એ ચાલતી થઈ. દવાની દુકાનેય કામ તો હતું જ. "મારી અશક્તિની દવા...ઘીમાં બધા પૈસા હોમાઈ ગયા..હવે આવતી ફેર." એક ઠંડા નિસાસે ડગલાં ઉપડ્યા. "ઓફ ઓ... મમ્મી તને કેટલી વાર કહું, ગાજરના હલવામાં ઈલાયચી નહીં નાખવાની..તું બગાડે જ કાયમ!" "મમ્મી...તું ગમે તે કર, બહાર જેવી મેક્રોની તને નહીં જ આવડે." "અરે યાર...તને ખબર છે ને મને લસણ વગરની ઢોકળી નથી ભાવતી...એવું હોય તો જુદું બનાવ મારુ. મૂડની પથારી ફેરવી નાખી." "અરે વહુ.. રવૈયાના શાકમાં તેલ સરખું મુકો તો ભાવે. વર્ષો થયા પણ હજુ શીખ્યા નહીં." "વહુ...સુખડી આમ તો સારી છે, પણ ઘીમાં થોડી કચાશ રાખી તમે. " બે જ દિવસમાં પેલી ઠસોઠસ ભરેલી થેલી ખાલી! ગડી કરીને કબાટમાં મુકતાં અનાયાસે જ ખોલીને જોવાઈ ગયું. પેલી લાગણીઓ હજુય ત્યાંજ હતી..સહેજ ઉબાઈ ગયેલી હાલતમાં. ગમે તેટલું સારું કરે તો પણ તેના હર એક કામ માં ખોડ તો ઘર ની દરેક વ્યક્તિ ના મુખ માં થી નીકળે જ નીકળે સ્વ ને ભૂલી ને પારકાને પોતાના કરવામાંથી ક્યારેય પણ પાછી પાની ન કરે પણ ક્યારેય બે શબ્દ સારા સાંભળવા ન મળે.😥
જરૂરી નથી કે બધા બધે કામ આવે, આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે પણ તોરણ બનીને સ્વાગત તો એજ કરે છે બધાનું !!
ધીમે બોલવાનો એનો અંદાજ કંઈક કમાલનો હતો, કાને કંઈ સાંભળ્યુંજ નહિ ને દિલ બધુજ સમજી ગયું.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser