#Shabdotsav
#shabdotdav
#gazal
એક ગઝલ
છે નાજુક વિચારીને મૂકો ભરોસો
પડી ભાંગશે કાચ જેવો ભરોસો
ભલે હોય ભાંગ્યો કે તૂટ્યો ભરોસો
હજી એમના પર છે થોડો ભરોસો
બધા વાતે વાતે ય શંકા કરે છે
કરે છે હવે કોણ પૂરો ભરોસો
ને વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો
બીજીવારથી આંખ ખુલી ગઈ છે
પ્રથમ બંધ આંખે મુક્યો'તો ભરોસો
વિહગ ડાળે ડાળે ફરે ઉડતું એમ
બધાનો બધા પર છે ઉડતો ભરોસો
- જય કાંટાવાલા