The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઝલ તો હું એકદમ મઝાની લઈને આવ્યો છું તમે સમજી શકો બસ એ ગજાની લઈને આવ્યો છું ન મોટી નઈ કે નાની જિંદગાની લઈને આવ્યો છું Touchy પણ ટૂંકી એવી એ કહાની લઈને આવ્યો છું સરળ, સીધી અને સાદી ગઝલ છે કિંતુ એમાં પણ બધાને સ્પર્શે એવી પ્રેમ બાની કંઈ આવ્યો છું તને મારી બધી ગઝલો સુણાવી દઉં જો સમજે તું ઘણી એ વાત એમાં હું વ્યથાની લઈને આવ્યો છું -- કિશન દેસાઈ #KAVYOTSAV_2 #KAVYOTSAV2 #KAVYOTSAV -2
શીર્ષક : ઈશ્વર તારી શોધમાં છું છતાં તુ જડતો નથી સાચું કહું તો તું હવે માણસમાં ય મળતો નથી. અહીંયા તારા તરફી અને વિરોધી બંને છે છતાં તું એ બને માં કેમ વેરભાવ રાખતો નથી. પ્રશ્ન હવે થાય છે તારા અસ્તિત્વનો છતાં તુ તો તારા આ અહમ્ ખાતર પણ બોલતો નથી. અમે બધા તારા જ સંતાનો છીએ ભૂલતો નઈ સૌની આપવીતી જાણવા છતાં કંઈ કરતો નથી -KISHAN DESAI #KAVYOTSAV_2 #KAVYOTSAV2 #KAVYOUTSAV -2
જાણે નસીબ સૌને સધ્ધર કરી રહ્યું છે ઠોકરનું વાગવું પણ પગભર કરી રહ્યું છે જો મુત્યુની હો ચિંતા તો એક વાત સમજો તમને તે વાત મનમાં કશે ઘર કરી રહ્યું છે વરસાદમાં ય ભીની રેતીમાં નાની કીડી ઈચ્છાના સહારા પર દર કરી રહ્યું છે કેવો તે રંગ લાગ્યો તુજ પ્રેમ નો મને તુજ પોળમાં જ મન પણ હરફર કરી રહ્યું છે દેવું છે ગુલાબ તમને, એવો વિચાર આવ્યો બસ આ વિચાર મનને અધ્ધર કરી રહ્યું છે - કિશન દેસાઈ 'KD' #KAVYOTSAV -2 #KAVYOTSAV_2 #KAVYOTSAV2
બંધ તારી આંખમાં એક સ્વપ્ન લઈને આવતો'તો સ્વપ્ન સાકાર કરવા આસાન થઈને આવતો'તો તું રિસાઈ કેમ કે બે ત્રણ દિવસ બસ વાત નહિ થઇ હું પહેલા તો તને બસ જાન કહીને આવતો'તો #શબ્દોત્સવ #shabdotsav
સૌને તો બસ આપણે એકમેકના થયાનો વ્હેમ છે બસ મને તો માત્ર તારા થઈ જવાનો વ્હેમ છે વાતને અડધી જ રાખીને તમે ચાલ્યા ગયા આયખું આખું મને એમાં જીવ્યાનો વ્હેમ છે બે દિલોનું એક થયાનું પણ મને તો યાદ છે હા મને સૌ આપણી નજરો મળ્યાનો વ્હેમ છે શબ્દની કોઈ રમત રમવી હતી એની જોડે સૌ જ મારી ગઝલો યાદ તમને રહ્યાનો વ્હેમ છે વાત તારી સાથ કરવા માટે હું મથતો હતો વાત શું થોડી કરી,તને પ્રેમ મુજને થયાનો વ્હેમ છે - કિશન દેસાઈ 'KD'
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser