હવાઓની દિશા બદલાતા બદલાય મોસમ...
અચરજ એમાં કાંઈ નથી... કારણ,
એ ઘટના છે સાહજિક, સ્વાભાવિક...
પણ...
માનવીના ભીતરની બદલાતી લાગણીની મોસમ...
એ પ્રેમ નથી...
એ તો પ્રેમ સિવાયનું છે બીજું તત્વ...
પ્રેમ તો...
સ્વયં પરમેશ્વરે માનવીના હૃદયમાં પ્રગટાવેલ,
એવું પાવન ઝરણું છે...
જે હોય છે...
સતત, અનંત, અવિરત...
એને નથી હોતું કોઈ લેવાદેવા...
કોઈ મોસમ સાથે...
કોઈ સ્થિતિ સાથે... કે,
પેદા થયેલી... પરિસ્થિતિ સાથે...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'
Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD