Gujarati Quote in Thought by Jignesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો વિચાર

થોડા સમય પેહલા એક મિત્રના સહયોગથી શાળા માટે બ્લ્યુટૂથ સ્પીકર વસાવ્યા. જયારે સ્પીકરના અવાજને દુકાનમાં ચકાસ્યો તો એક રૂમ માટે અવાજ પૂરતો લાગ્યો . દરેક શિક્ષકને પોતાના વર્ગ માટે એક સ્પીકર મળી રહે એ ભાવ સાથે સ્પીકર વસાવ્યા પણ જયારે વર્ગમાં સ્પીકર ચાલુ કર્યા ત્યારે એમ લાગ્યું કે થોડો અવાજ ઓછો પડે છે. આ પછી એમ થયું કે ભૂલ સુધારવા માટે પ્રયત્ન તો થવો જ જોઈએ.મેં સ્પીકર જ્યાંથી લીધા એ ભાઈને વાત કરી. મેં સ્પીકર બદલાવા પ્રયત્ન કરી જોયો પણ સ્પીકર બદલાવામાં સફળતા ના મળી ,ને મન મારુ બોલી ઉઠ્યું કે ભૂલ થઇ ગઈ.

ભૂલ કોનાથી નથી થતી ? ભૂલ થાય પણ એનો સ્વીકાર અને એને સુધારવાની કોશિશ સહજ અને સરળ નથી.પોતાની ભૂલ જો દેખાય તો સમજવું કે આ એક તમારા જીવનમાં બદલાવની ક્રાંતિ છે.સામે વાળાની ભૂલ તો જોવામાં મહારથ મેળવનારાઓની ભીડ છે,પણ પોતાની ભૂલની ઓળખ મેળવનારા જૂજ છે. અમુક ભૂલની જાહેરમાં ચર્ચા કરી શકાય અને અમુક ગુપ્ત હોય પણ પોતાની ભૂલ પોતાને ઓળખાય એ ઉત્તમ છે.અમુક ભૂલોની જાહેરાત ના હોય ખાલી સમજ જ હોય અને ભવિષ્યમાં ના થાય એવો જાત સાથે વાયદો હોય.

િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

Gujarati Thought by Jignesh Trivedi : 111066105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now