કોઈ કરે પ્રશંસા કદી ના ગમે મને.
કોઈ રહે સંસારે જીદ્દી ના ગમે મને.
જરુરી અર્થ છે જીવનવ્યવહારમાં,
એને કોઈ માનતું વદી ના ગમે મને.
કોઈને કોઈ વિશેષતા પ્રત્યેકમાં હશે,
કોઈ કોઈને માને રદી ના ગમે મને.
સફળતા નિષ્ફળતા ક્રમ છે સૃષ્ટિનો
,સૂર નિરાશા વદે કદી ના ગમે મને.
કરી ખુશામતને કૈં પામનારાઓ છે,
ગઈ છે ગુલામી સદી ના ગમે મને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '