અગણિત છે માતપિતાના ઉપકાર રંજ છે એનો.
ચૂકવતાંને લાગવાની કેટકેટલી વાર રંજ છે એનો.
જન્મ્યો ત્યારે હતો માનવ એ હકીકત છે પૂર્વની,
આજે નથી દેખાતો માનવવિચાર રંજ છે એનો.
વીતાવી દીધી જિંદગાની જેમતેમ કરીને આપણે,
જીવવા જિંદગી નથી હોતો આચાર રંજ છે એનો.
કરેલી ભૂલની કબૂલાત તો ક્યારેક જ બનતી રહી,
બાકી ભૂલને ઢાંકવાનો હો પાપાચાર રંજ છે એનો.
ચૈતન્ય જોષી પોરબંદર 'દીપક