આ ઉમરનો પણ ચારમાં છે!
માનો કે ના માનો ..
આધેડ ઉમરનો પણ
એક ચાર્મ છે.
થોડું પેટ મોટું, વાળ ઓછા ..
ઓટલે બેસી બકવાસ
આવી વાતો તમામ છે.
જો હોય તબિયત કાબુમાં ..
તો જિંદગી બેફામ છે.
કોઈ ના માટે ઉજવણી ..
તો કોઈના માટે એલાર્મ છે.
અનુભવોનો હોય છાંયડો ..
તો રસ્તો સરે આમ છે.
હદ કદી પાર ના કરશો ..
રાખવી એક લગામ છે.
હોય જો મિત્રો સરખે સરખા ..
તો જિંદગી પણ જામ છે.
કોઈ સાંભળે ગીતો મજાના ..
માથે ઘસે કોઈ બામ છે.
જીવી લો મોજ મારીને ..
ખુશીઓના એ જ દામ છે.
સમય કાઢો પોતાના માટે ..
આખી જિંદગી કામ છે,
માણી લો ભવ્ય જીવન,
જીવતર એ જ મનનું સુંદર ધામ છે
માનો કે ના માનો ..
આધેડ ઉમરનો પણ એક ચાર્મ છે.!.
❤