રાત દિન જાગવાનું ,
ક્યાં સુધી ભાગવાનું...?
શ્ર્વાસ થાકી ગયા છે ,
હજુ કેટલું ચાલવાનું...?
છાંયડો શોધવાનો ,
પણ ઝાડ તો કાપવાનું ..
ને રહીને કિનારે ,
તળને છે તાગવાનું ...
કોઈમાં ખોઈ ખુદને ,
કઠિન છે બીજે શોધવાનું...
એટલે તો લખું છું ,
પણ એ કહે છાપવાનું ...
છે " પ્રિત "લક્ષ્ય એ જ ,
તારે શબ્દને છે પામવાનું ...