આ યુગ નું સંબંધો માટે નું તથ્ય..!!
ક્ષણિક મોજ કરાવતા ખોજરૂપી સંબંધો માં રોજ રોજ અટવાયા કરે છે,,
ને એજ ક્ષણિક સુખ ને મેળવવા સારું રઘવાયો થઈ છુટોછવાયો બની ફર્યા કરે છે,..!!
સાવ એકલો અટૂલો જરાક તરસ છીપાવતા સંબંધો માટે અંતરને સંતોષ આપતા દીર્ઘજીવી સંબંધો ને પડતા કરી દે છે....!!!!!
ને વળી પાછો જાણે સાવ અંદરથી ખૂટી ને તૂટી ગયો હોય એમ એજ દીર્ઘાયુ સંબંધો માં ફરી જઈને જાણે ટાઢકરૂપી સંતોષ ને પામે છે.
પરંતુ મનુષ્યસ્વભાવ હરતો ફરતો છે ને એને તો ઉતારચડાવ રૂપી લાગણીઓ ના અવસરથી અવસાન માં જ મજા આવે છે....!!!!!
હા... જિંદગીનું નામ પરીવર્તન છે પણ સંબંધો ને ક્યાં પરિવર્તન ની જરૂર છે એ કોણ સમજાવે આ મનચલા માણસ ને..........!!
-Hina modha