Gujarati Quote in Blog by jagrut Patel pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહેલા જાગી જાય શિયાળો ,
પછી તળાવે જાય શિયાળો...

ઊભો-ઊભો ન્હાય શિયાળો ,
થરથર-થરથર થાય શિયાળો ...

પંખીના ટોળામાં જઈને ,
સૌ સાથે ટહુકાય શિયાળો ..

અડદિયા, ગુંદર ને લાડુ ,
બે મોઢે બસ ખાય શિયાળો ..

તાપણાં ફરતે ટોળે વળતો ,
હૂંફ-હૂંફ હરખાય શિયાળો ..

ભણવામાં આવે કંટાળો ,
નિશાળમાં ડંકાય શિયાળો ..

ફાગણનો વાયુ ફૂંકાતા ,
ક્યાંક ભાગ્યો જાય શિયાળો..

Gujarati Blog by jagrut Patel pij : 111064878
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now