* આજ નો માનવી *
કવિતા....
રસ્તાઓ બધા જ ખુલ્લા છે,
પણ ક્યાં જવું તે કયાં નક્કી છે???
ઊંધમૂંધ ચાલતા જતા ઘેટાંને,
વિચારવાની કયાં પડી છે???
જોઈએ છે અજવાળુ, પણ અંધારુ શોધી લીધું છે,
દિવસ જાય બખોલમાં, ઘુવડે એવુ માગી લીધુ છે.
અસલ ચેહરો માનવીનો, પૂરી દીધો છે "નકાબ"માં,
નકલી ચેહરા નો ભવાઈ ખેલ, માણસ ને ગમી ગયો છે.
મુકિત ના નામે આપણે યુકિતી તો શોધી લીધી,
જલસા કરવાના બીજા ના રૂપિયે એ શીખી લીધું.
ખોટા રૂપિયા નો રણકાર ભાવના હવે તો કોઠે પડી ગયો છે,
માણસ તરીકે નો ઓળખપત્ર, ગિરવે મૂકી દીધો છે.....