#ccsheth
"પ્રેમ "
પ્રેમ એટલે લાગણી ઓનો મેળો . પ્રેમ એ એવી લાગણી છે જ બધા ના હૃદય માં વસેલી છે .પ્રેમ નુ પ્રતીક એટલે માતા -પિતા નો પ્રેમ ,ભાઈ - બહેન નો પ્રેમ ......
પ્રેમની વાત મા તો કૃષ્ણ ની વાત યાદ આવી જ જાય .એક સમય હતો ત્યારે કૃષ્ણ પોતાના સાયન ગૃહ હતા .ત્યારે રુક્મણી કૃષ્ણને દુધ ભરેલો પ્યાલો આપવા ગયા .ત્યારે કૃષ્ણ વાંસળી વગાડતા રાધા ને યાદ કરતાતા .રુકમણી એ પુછયુ ,"નાથ તમે રાધા ને યાદ કરો છો ,પણ એતો અહિયાં નથી . ત્યારે કૃષ્ણ બોલ્યા એ અહીંયાજ મારા હૃદય માં વસેલી છે ." ત્યારે રુકમણી એ નિર્ણય કર્યો કે એ રાધા ને મળવા જશે .એ વિચારતા હતા કે રાધા માં એવું શુ છે ? નાથ એમને આટલા યાદ કરે છે .
બીજા દિવસે રુક્મણિ રાધા ને મળવા ગયા .રાધા ના મહેલ નો દરવાજો ખૂલતાં ની સાથે એક સુંદર કન્યા રુક્મણિ જી એ જોઈ .એમને થયુ કે આજ રાધા છે .તેમને જાયીને પુછયુ કે તમે રાધા છો ને .ત્યારે પેલી કન્યા એ કહયુ કે હું રાધા જી ની દાસી છૂ .તમારે રાધાજી ને મળવું હોય તો એ સાત દરવાજા ની પાછળ તમને મળશે . રુક્મણિજી ને થયુ કે દાસી આટલી સુંદર છે તો રાધાજી કેટલા સુંદર હશે . રુક્મણિજી એક પછી એક દરવાજો ખોલતા ગયા અને સુંદર સુંદર કન્યા જોડે તેમની ભેટ થતી ગયી . અંતે સાત દરવાજા પુરા થતા તે રાધાજી ના સાયન કક્ષ માં પહોંચ્હ્વા . ત્યારે તેમને જોયુ કે રાધાજી તુલસી ની પથારી માં સુતા છે અને આખા દેહ પર દાઝેલા ના નિશાન હતા . આ જોઈને રુક્મણિજી બોલ્યા રાધાજી તમને આ શુ થયુ ?? ત્યારે રાધા બોલ્યા કે ," ગયી કાલે તમે જે ગરમ દૂધ કૃષ્ણ ને આપ્યુ હતુ એ કૃષ્ણ પીગયા હતા . જેમનાં હૃદય માં હું છુ તો તેમના હૃદય ને ગરમ દૂધ પીતા દાઝી ગયુ તો એમના અંગ ને પીડા થયી તો હું તો એમનું અડધું અંગ છું . આ કારણે મને પણ પીડા થયી . આ વાત સાંભળતાજ રુક્મણિ જી ને પ્રેમ ની લાગણી સમજાયી .
પ્રેમ માં જયારે એક ને દુઃખ કે પીડા ભોગવી પડે ત્યારે બીજા વ્યક્તિ જેમને એ પ્રેમ કરતાં હોય અને પણ પીડા થાય છે .
( એકલા પડતા ની સાથેજ એની લાગણી નું વાવાજોડું આવે એ પ્રેમ ......
બાકી I love u & I love u too થી તો રીવાજ સચવાય પ્રેમ નયી.)
પ્રેમ કરવો હોય તો આંગણું ઓળંગી ને જાજો. પરંતુ કોઈદી બાપ ની આબરૂ ઓળંગી ને નો જતા સાહેબ ......
મોરારી બાપુ કહે છે ," કે હૈ ઈશ્વર
અમે જેને વહાલ કરીએ છીએ એને કાઈ થાવું ન જોઈએ ...... જે થાવું હોય એ અમને થાય "