પ્રતિનિધિત્વ ગામનું કરતું પાદર ગામનું.
આગંતુક સૌને આવકારતુ પાદર ગામનું.
આશ્રયસ્થાન મુસાફરોનું પ્રતિક્ષા કાજે,
પંથીને શીતળનીર આપતું પાદર ગામનું.
સાંજસમે વડિલવર્ગની ચર્ચાઓ થનારી,
સમાચાર નિતનવા પીરસતું પાદર ગામનું.
આવતાંજતાં વાહનો ત્યાંથી પસાર થતાં,
બે ગામ વચ્ચેનો સેતુ બનતું પાદર ગામનું.
ઈતિહાસ ગામનો રાખી બેઠું છે અકબંધ,
પાળિયાઓ થકી એ શોભતું પાદર ગામનું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '