આજે પણ યાદ આવે છે એ દિવસ જ્યારે ...
તારા આવવાના સમાચાર સાંભળી ને ઘર મા બધા ના ચહેરા પર એક અનોખી ખુશી છવાઈ ગઈ તી...
આજે પણ યાદ આવે છે...
તારા સ્વાગત માટે કરેલી બહુ બધી તૈયારીયો ...
તારા માટે નવા કપડા , નવા રમકડા , એ નવુ પારણું જે મમ્મી એ ખાસ તારા માટે સજાવ્યું તું ...
આજે પણ યાદ આવે છે...
તારા આવવા ની ખુશી મા મહિનાઓ કયાં પસાર થઈ ગયા ખબર જ નતી પડી
ને પછી આવી એ રાત ..
જ્યારે ખબર પડી કે બસ હવે થોડા જ સમય મા તું આવીશ આ રંગીન દુનિયા માં ...
બધા જ આવ્યા તા તારા સ્વાગત મા ..
મામા-મામી , કાકા-કાકી , માસા-માસી, ફઈ-ફુઆ ને દાદા-દાદી...
બસ હવે રાહ હતી તારી એક કિલકારી ની ...
ત્યાં જ તારા આવવાના સમાચાર મલ્યા ને
પછી શું ...??
તને જાેવાની , રમાડવાની, તારા એ નાના હાથ ને સ્પર્શવા માટે થતી પડાપડી આજે પણ યાદ આવે છે ...
પણ તે તો કયાં મોકો જ આપ્યો આવું કંઈક કરવાનો ...
તું તો બસ આવ્યો ને જતો રહ્યો ને તારી સાથે લઈ ગયો એ ખુશીઓ...
હાસ્ય ની જગ્યા એ આંસુઓ આપી ને સુઈ ગયો તું હમેશાં માટે ...
દટાઈ ગયા એ બધા જ સપનાએ તારા શબ સાથે...
આજે પણ યાદ આવે છે એ રાત જ્યારે ...
આંસુ જોયા તા મે પહેલી વાર પપ્પાની આંખો મા ...
આજે પણ યાદ આવે છે....