Gujarati Quote in Thought by jagrut Patel pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સામેથી બોલાવ,તો થોડી આવશે ગઝલ ..?
અજાણ થઈ જા સાવ,દોડી આવશે ગઝલ ...

સાચવજે સારા માઠાં પ્રસંગોના તાપને ,
વાદળ જેમ ,કાગળે ચડી આવશે ગઝલ ...

સફર દુર્ગમ હોય જે પ્રદેશોની તેના ,
અભેદ્ય કિલ્લાઓ તોડી આપશે ગઝલ ...

સવાલ અનુરાગનો કે વૈરાગનો હોય,
સંસારના તાર જોડી કે છોડી આપશે ગઝલ ...

હૈયે હોય પરંતુ હોઠે ના આવી શકે મોકે ,
" પ્રીત " શબ્દો એવા પણ પકડી લાવશે ગઝલ ...

Gujarati Thought by jagrut Patel pij : 111063850
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now