#AJ Devanshi
તારા વિના હું અધૂરો ને મારા વિના તું ! ચાલ ને આજે સાથે મળી કરીએ ગુફ્તગુ !!
વર્ષો વીત્યાં ને ,માથે આવ્યા ધોળા, પણ ચાલ ને ફરી એક વાર યુવાન થઈ યે હું ને તું !!
ઠંડી ની મોસમ માં મારું મન બની જાય આબુ
ને વરસાદ ની મોસમ માં બસ પલળી એ બેકાબૂ !!
દીકરી ને જમાઈ લઈ ગયા ને દીકરા ને વહુ
આ બેકલવાયી જિંદગી માં રંગો ભરીયે બહુ !!
સમય રહેતાં ચેતી જઈએ, કરીએ પ્રેમ નું તાપણું
તારા થકી જ હું પૂર્ણ ને મારા થી જ તું !!