તું તારો દિવો થા
કોઈકના જગાડ્યે શું કામ જાગવું?
ક્યાં ખોવાયું ચેતન જાતનું?
----તું તારો દિવો થા…
મનની મનમાં રહી જાશે,
જિંદગી આમ જ વહી જાશે,
જાગ! હવે જાગ… આવી મઝધાર,
----તું તારો દિવો થા…
ઝેર તો પીધા જાણી જાણી,
ફૂટી ના એકેય અમૃત સરવાણી!
રાહ શાની જુએ લગાર?
----તું તારો દિવો થા…
ચંચળતા બધી વિરમી ગઈ,
કાયા હવે પાકી ગઈ,
સપના તારા ક્યારેક તો સંભાર!
----તું તારો દિવો થા…
જવાબદારી નિભાવી ઘણી,
જીવન આખું દોડાદોડી,
થોડોક તો વિસામો ખા!
----તું તારો દિવો થા…
અમિષા શાહ _અમી.