The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શ્રીજી ની સવારી વહેલી સવારથી ધમાલ હતી. સખત ઘોંઘાટ હતો. થોડા થોડા સમય ના વિરામ બાદ ફરીથી ઘોંઘાટ મચી જતો. બપોર તો માંડ માંડ થઈ. પણ પછી તેનાથી જાત પર કંટ્રોલ ન થયો અને મમ્મી ની મનાઈ છતાં જરાક ડોકાચિયું કરીને જોયું. તેના રૂંવે રૂંવે આનંદ વ્યાપી ગયો. આ તો ગણપતિ…. તેના આરાધ્ય દેવ… તે જોઈ જ રહ્યો. કેટલા ભવ્ય! કેટલા દિવ્ય! તે મનોમન વિચારી રહ્યો, “મમ્મી એ કેમ ના પાડી હશે બહાર નીકળવા માટે? ” તેને મમ્મી ના શબ્દો યાદ આવ્યા, “ આજે અનંત ચઉદશ… આજેતો ગણપતિ વિસર્જન…” એ બિચારાને વિસર્જન મા તો કંઈ ખબર ન પડી, પણ ડીજે સાથે ઝૂમતી માનવમેદની જોઈ એ પણ રંગ મા આવી ગયો. તેણે દોટ મૂકી… પોતાના આરાધ્ય દેવ પાસે જવા. પણ આ શું? અડધે રસ્તે જ તેના પર વ્હીલ ફરી ગયું! શ્રીજી ની જીવતી સવારી ભારે ભરખમ ટ્રક ની સવારી નીચે ચગદાઈ ગઈ. મૂષકમાતા દરમાંથી જરાક મોઢું બહાર કાઢી પોતાના વ્હાલસોયાને આંસુભરી આંખે જોઈ રહી. ….એ સમયે પોતાની જ મસ્તી મા મસ્ત કોઈને શ્રીજી ની આંખ ના આંસુ ન દેખાયા!!! અમિષા શાહ _અમી
અડવા હાથ #MoralStories “અરે બાઈ, શું વાત કરું એની? સાવ બેશરમ છે. વર ગુજરી ગયો તોય ફુલ્લ ફટ્ટાક થઈને ફરે છે, બોલો! આખો દિવસ પઇડી રે છે હોસ્પિટલમાં… જાણે નવી નવાઈ ના સાસુ ને દાખલ ના કર્યા હોય? આવું તે ભાળ્યુ છે ક્યાય? ને પાછો તોર તો કેવો… ખબર પૂછવા જઈએ ત્યારે ખાલી ‘કેમ છો?’ એટલું પૂછીએ ત્યાં તો રવાના જ કરી દે. બીજી કોઈ વાત જ ન કરવા દે… ના ના.. હું એમ કઉં, જુવાનજોધ દિકરો પાછો થયો તો આપણે ખરખરો તો કરવો કે નહીં? ” ગંગા ડોશી નો બળાપો સમાતો નહોતો. પરંતુ સીમા કશું ગણકારતી નહી. આવું તો કેટકેટલુંય તેને સાંભળવું પડતું. જેટલા મોઢા એટલી વાતો… પણ તે બરાબર જાણતી હતી, જે તે કરતી હતી. આમ ને આમ થોડો સમય પસાર થઈ ગયો. તે રોજ લાલ લીલી બંગડીનો ચુડલો પહેરી હોસ્પિટલમાં જતી અને તેના સાસુ ને રોજ ધીરજ બંધાવતી કે એમના દિકરા એમને મળવા જરૂર આવશે. બહુ કપરું હતું હસતા મોઢે આ શબ્દો બોલવાનું. હાર્ટ પેશન્ટ એવા સાસુ ને હોસ્પિટલમાં દાખલ કર્યા, એના બીજા જ દિવસે એમના જુવાનજોધ દિકરાને એટેક આવી ગયો…. કોઈ કંઈ સમજે તે પહેલા તો ખેલ ખલાસ! ના, ખેલ તો હવે શરૂ થયો હતો. બીમાર સાસુ ની બાકી ની જિંદગી શાતા સાથે પૂર્ણ થાય એવી ચેલેન્જ પોતાની જ જાતને આપી દીધી. અને પછી, રોજની જેમ જ તૈયાર થઈ તે હોસ્પિટલમાં સાસુ પાસે જતી. એમની છેલ્લી ક્ષણો આનંદ મા વિતે એવો ભરપૂર પ્રયાસ કરતી. પણ આજે…. આંસુ આડે બાંધેલી પાળ તૂટી ગઈ. આજે સાસુજીના છેલ્લા શ્વાસ સમેટાઇ ગયા… અને તેણે મરણપોક મૂકી… એકસાથે બે ની…. ગંગાડોશી પણ જોઈ રહ્યા. વર ના મૃત્યુ પછી પણ ફુલ ફટાક રહેનાર સીમાના હાથ સાસુ ના અવસાન પછી અડવા હતા…. અમિષા શાહ _અમી.
હાય, માતૃભારતી પર આ વાર્તા 'ત્રણ ના ટકોરે - ૩' વાંચો https://www.matrubharti.com/book/19859574/tran-na-takore-3
હાય, માતૃભારતી પર આ વાર્તા 'સપના અળવીતરાં ૩' વાંચો https://www.matrubharti.com/book/19863786/sapna-advintara-3
પપ્પા તો ઠંડા છે! "એં... એં... એં... મારુ ઈજરી (ઇરેઝર)ખોવાઈ ગયું... " "જોને બેટા, ત્યાં જ હશે. " "મેં બધ્ધે જ જોયુ... નથ્થી..." "સારુ, બીજુ લઈ લે. પણ હોમવર્ક કરવા માંડ. " "સુનોના સંગેમરમર કી યે મિનારે... " માંડ નાનકીને હોમવર્ક કરવા મનાવી, ત્યાં મોબાઇલ રણકી ઉઠયો. તેણે ઘડિયાળ સામે જોયું. રસોઈ ને મોડું થતું હતું. તેણે ઉતાવળે હાથ ધોઈ કોલ રિસીવ કરયો. સામે છેડે નાનકીના પપ્પા હતા... એકદમ ગુસ્સામાં... ચૂપચાપ બધું સાંભળી, છેલ્લે હા એ હા કરી ફોન મૂક્યો. ત્યા ફરી નાનકીનો કજીયો ચાલુ થયો. "એં.. એં.. એં... મારી પેન્સિલ તૂટી આવી. " "લાવ બકા, શાર્પન કરી આપુ. " પેન્સિલ અને શાર્પનર હાથમાં લઈને તેણે બબડવાનુ ચાલુ કર્યું... "બધા હોમવર્ક ન કરવાના બહાના છે. આવડી એવી અંગૂઠા જેવડી છોકરી... ને અત્યાર થી હોમવર્ક કરવામાં જોર પડે છે. આગળ જઈ ને શું કરશે કોને ખબર? " એનુ બબડવાનુ અને નાનકીનુ રડવાનુ બંને સાથે ચાલુ હતા. પેન્સિલ ની અણી નીકળી ગઈ એટલે નાનકીને પાછું સમજાવવાનુ ચાલુ કર્યું. "જો બકા, હવે એકદમ શાંતિ... હં ને... પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલરેડી ગરમ થઈ ને આવશે એટલે તુ કજીયો બંધ કરી દે. થોડી શાંતિ રાખ. મને ફટાફટ ભાખરી બનાવી લેવા દે... " જાણેકે જાદુઈ અસર થઈ આ શબ્દો ની. નાનકીનો કજીયો એકદમ બંધ થઈ ગયો. તેણે ફટાફટ પોતાનુ હોમવર્ક પૂરૂ કરી બેગ પણ પેક કરીને ઠેકાણે મૂકી દીધુ. વગર કીધે રમકડાનો ઢગલો પણ ઉપાડી લીધો. સોફા પર કુશન બરાબર ગોઠવી દીધા. અનિકેત ઘરે આવ્યો. હજી પણ મગજ પર ગુસ્સો સવાર હતો, પણ દરવાજા માંજ નાનકીનુ હસતુ મોઢું જોયું અને અડધો ગુસ્સો ઓગળી ગયો. એક નાનકડું સ્મિત આપી તે ઘરમાં અંદર આવ્યો. સામે હાથમાં પાણી ના પ્યાલા સાથે ઉભેલી જાનકી ને જોઈને બાકીનો અડધો ગુસ્સો પણ ઊડી ગયો .ફ્રેશ થઈ જમવા બેઠો. ઓફિસ મા બનેલી ઘટના વિશે વાત કરતા કરતા જમવાનું શરૂ કર્યું. જાનકી વચ્ચે વચ્ચે હોંકારો આપતી, પણ નાનકી... નાનકીએ એક સરખું પૂછવાનુ ચાલુ કર્યું, "પપ્પા તમને શું થયું?" ત્રણ ચાર વખત પૂછવા છતાં અનિકેત તરફથી સરખો જવાબ ન મળ્યો, એટલે નાનકી એના ખોળામાં ગોઠવાઈ ગઈ અને હળવેથી અનિકેત ના ગળા પર પોતાની નાનકડી હથેળી અડકાડીને પાછી તરત ઉભી થઈ ગઈ. અનિકેત ની સામે, પિરસવા બેઠેલી જાનકી ના ખોળામાં લપાઇને તેના કાનમા બોલી, "પણ મમ્મી, પપ્પા તો ઠંડા છે!"
હાય, માતૃભારતી પર આ વાર્તા 'સપના અળવીતરાં ૧' વાંચો https://www.matrubharti.com/book/19863322/sapna-advitanra-1
કજીયો… દૂર દૂરથી... જાણે ઊંડી ગુફામાથી અવાજ આવતો હતો... એં.. એં.. એં... મને લેઇનકોત પેલવો છે... મમ્મી... મને લેઇનકોત પેલવો છે.... ઓ મમ્મી.... એં... એં.. એં... એક નાનકડું શરીર તેના પગ પર આળોટતું હતું. થોડી વારે એ નાનકડું માથું તેના પગ પર પછડાયું. એક ઉંહકારો નીકળી ગયો. એમાં પાછો આ પગ નો દુઃખાવો! ઓહ! ક્યારનો કજીયો ચાલુ છે. આ ચોમાસું માથે ચડયું એમાંજ બધી મોકાણ થઈ. નનકું માટે મસ્ત રેઈનકોટ લીધો - કાર્ટુન વાળો-એને ગમતો જ વળી... અને શરૂ થયો કજીયો... કેટલી વાર સમજાવ્યું.... બેટા, બહાર વરસાદ આવે... જે જે દાદા આટલું બધું ભુવા આપે... ત્યારે ટાટું જવાનું હોય... ત્યારે રેઈનકોટ પહેરાય... પણ મને ઘરમાં લેઇનકોત પેલવો છે... એં... એં... એં... અરે બાબુ... હમણાં કુશ્શટમા (સ્કુટર મા) ટાટું જશુને... ના...... મને હમનાંજ પેલવો છે.... હે ભગવાન, કોઇ વાતે સમજવાજ તૈયાર નઇ ને! છેવટે રેઇનકોટ પહેર્યે જ છૂટકો.. અને પછી કેવી ઊંઘ આવી ગઈ! અરેરે... આ ના કજીયામાં તો કામ પણ બાકી રહી ગયું... હવે ઉતાવળ કરવી પડશે. એક તો આ દુઃખાવો.. શરીર ચાલતું નથી અને કામ પતતું નથી... માંડ માંડ કામ પતાવીને હજુ તો આડી જ પડી. જરાક આંખ મળી ત્યાં ફરી કકળાટ ચાલુ. એટલી વારમાં ઊંઘ ઊડી પણ ગઈ બોલો! માંડ કરીને રેઈનકોટ કાઢ્યો હતો.... કેટલું જાળવીને... જરાય ઊંઘ ન ઉડે એમ... અને જ્યા મારે સૂવાનો ટાઈમ થયો ત્યા ખલ્લાસ... ઊંઘ ઉડી ગઈ... પાછો કજીયો પણ ચાલુ... કેમ સમજાવવું... એં... એં.. એં... મને લેઇનકોટ.. હવે તો માથામાં પણ સણકા આવવા માંડ્યા... સમજવા જ તૈયાર નથી ને! અચાનક તેના દુખતા હાથોમાં હરકત આવી. એ નાનકડું રડતું શરીર તેના હાથમાં ઉંચકાયું... માથું ધમધમવા માંડ્યું... આખા શરીરમાં લોહી જાણે ચટકા ભરવા માંડ્યું... એક અજાણી કંપારી આખા શરીરમાં ફરી વળી... અંદરથી એક ધક્કો આવ્યો અને એ નાનકડું શરીર સીધું બીજા માળની બારીમાંથી બહાર ફંગોળાયું... આહ! શું થઈ ગયું? બધું ચક્કર ચક્કર ફરવા માંડ્યું... આંખો સામે અંધારુ છવાઈ ગયું... ક્યાં હતી પોતે? ક્યાં હતું પોતાનું અસ્તિત્વ? તેનું શરીર... તેના શ્વાસ... બધું જ હવામાં ઓગળી ગયું... શૂન્ય... એક મોટું શૂન્ય... બસ, એની આંખો ખૂલી ગઈ.. પરસેવે રેબઝેબ... ધમણની જેમ ચાલતો શ્વાસ... મનમાં ફડકો... બધુંજ શાંત થઈ ગયું. નજર સામે એજ માસૂમ ચહેરો... આંસુ ભરેલી બે આંખો... તેના મુખ પર હળવી મુસ્કાન આવી ગઈ. એક બૂચકારો બોલાવી બંને હાથ લંબાવ્યા અને એ નાનકડું શરીર તેમાં સમાઈ ગયું. તેના ડૂસકાં શમી ગયા. મમ્મી ના પાલવથી આંસુ લૂછાઈ ગયા અને મીઠો અવાજ નાનાં નાનાં કાનમાં ગુંજી ઉઠ્યો... બેટા, દૂધુ પીવું છે?... એ માસુમ ચહેરા પર પણ ખુશી ઝળકી ઉઠી. દૂધના કપમાં કજીયો, ગુસ્સો, અકળામણ બધું જ ઓગળી ગયું. નાનકડું મગજ બીજા વિચારે ચડી ગયું.... ફરી એક નવા કજીયાની તલાશ માં.... ---અમિષા શાહ ‘અમી’
હાય, માતૃભારતી પર આ વાર્તા 'ત્રણના ટકોરે - ૧' વાંચો https://www.matrubharti.com/book/19859335/tran-na-takore-1
હાય, માતૃભારતી પર આ શ્રેણી 'ત્રણના ટકોરે' વાંચો https://www.matrubharti.com/novels/3956/tran-na-takore-by-amisha-shah
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser