#AJ Devanshi
પ્રેમ, પૈસો, પરીવાર પ્રમાણે મળ્યા, પરમાત્મા આપની અમીદ્રષ્ટિ આપજો.
સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળ્યા,
શુભ સન્માર્ગ પર સદુપયોગ કરું સેનહ દ્રષ્ટિ આપજો.
ક્રોધ, કામ, ક્લેશની કલ્પના પણ ન મળે,
કરુણાનિધિ કર્તવ્ય નિષ્ઠાની ક્રુપા દ્રષ્ટિ રાખજો.
દુનિયામાં દરેક દુઃખો દૂર થાય,
દયાનિધિ દયા કરી દિવ્ય દ્રષ્ટિ રાખજો.
પરસ્ત્રી પરધન પર કુદ્રષ્ટિ ન પડે ,
આ "નર" પર કરુણા દ્રષ્ટિ રાખજો.
નારાણજી જાડેજા "નર"
ગઢશીશા, માંડવી.